નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાની જામીન અરજી કોર્ટે ફગાવી

નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાની જામીન અરજી કોર્ટે ફગાવી

અમદાવાદ,
નિત્યાનંદ આશ્રમમાં યુવતીનાં અપહરણ કરીને ગોંધી રાખવાનાં કેસમાં ઝડપાયેલી બંન્ને સાધવીઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કÌšં કે, સાધવીઓને જામીન આપવામાં આવે તો સમાજ પર અસર થાય તેમ છે.

બે દિવસ પહેલા સાધ્વીઓની જામીન અરજી પર મિરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકાર તરફે એવી રજૂઆત થઇ હતી કે, ગંભીર ગુનો છે, હજુ યુવતીઓ મળી નથી, મુખ્ય આરોપી નિત્યાનંદ હજુ ફરાર છે. જામીન અપાય તો સાક્ષી ફોડવાની શક્્યતા છે. તેથી જામીન ન આપવા જાઇએ. જાકે, સાધવીઓ તરફે ખોટી રીતે કેસ કરી ફસાવવામાં આવ્યા હોવાનો તેમના વકીલ તરફથી બચાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટમાં રજુઆત કરી કે, ૭ વર્ષ સુધીના ગુનામાં આરોપીને નોટીસ આપવી પડે. અમારા અસિલોને નોટીસ આપ્યાં વગર ધરપકડ કરાઈ છે.
મહત્વનું છે કે, પ્રાણપ્રિયા અને તત્વપ્રિયા નામની બે સંચાલિકાને પોલીસે સગીરાઓ સાથે દુર્વ્યવહારનાં આરોપસર ધરપકડ કરી છે. બે યુવતીઓના પિતાએ તેમની દીકરીઓ ગુમ થયાની ફરિયાદ કરી છે. જેને પગલે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં ચાર બાળકોને ગોંધી રાખવાના મામલે આશ્રમના સ્થાપક સ્વામી નિત્યાનંદ અને પ્રાણપ્રિયા તેમજ પ્રિયાતત્વ સામે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

Spread the love
Right Click Disabled!