અર્ધ બળેલી હાલતમાં કાપડના વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી

અર્ધ બળેલી હાલતમાં કાપડના વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી

વડોદરા,
વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં રહેતા અને અલકાપુરીમાં રેડીમેઇડ કપડાનો શો-રૂમ ધરાવતા વેપારીએ મળસ્કે પોતાના ઘર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અÂગ્નસ્નાન કરી આપઘાત કરી લીધો હતો. આર્થિક મંદીના કારણે વેપાર ન ચાલતા આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી ૪- મહાદેવ સોસાયટીમાં રહેતા દિલીપભાઇ પ્રેમચંદભાઇ જેસવાણી (ઉં.૫૮) પરિવાર સાથે રહેતા હતા અને અલકાપુરીમાં નાનકીસ નામની રેડીમેઇડ કપડાનો શો-રૂમ ધરાવતા હતા. મળસ્કે ૪ વાગે તેઓ પોતાના મકાનની નજીકમાં જ આવેલા ખુલ્લા મેદાનમાં જ્વલનશિલ પ્રવાહી અને માચિસ સાથે પહોંચી ગયા હતા અને અÂગ્નસ્નાન કરી લીધું હતું. શરીર પર આગ લાગતા જ તેઓ મરણચિસો પાડી ઉઠ્યા હતા. મળસ્કે ઉઠેલી મરણચીસો સાંભળી પરિવારજનો તેમજ સોસાયટીના અન્ય લોકો સ્થળ પર દોડી ગયા હતા. જાકે, દોડી ગયેલા લોકો આગ બુઝાવે તે પહેલાં તેઓ ભડથું થઇ ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ વારસીયા પોલીસને થતાં મહિલા પી.એસ.આઇ. એસ.એન. પરમાર સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને લાશનો કબજા લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોÂસ્પટલમાં મોકલી આપી હતી. પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Spread the love
Right Click Disabled!