ખેડુતોને સિંચાઈ અને ધરતીપુત્રોને બારેમાસ પીવાનું પાણી મળવાની શક્યતાઓ

ખેડુતોને સિંચાઈ અને ધરતીપુત્રોને બારેમાસ પીવાનું પાણી મળવાની શક્યતાઓ
Spread the love
  • ઉકાઇ ડેમમાંથી આદિવાસી વિસ્તારને પાણી આપવાની યોજનાનું સુરસુરીયું
  • સિંચાઇ વિભાગેે બે-ત્રણ વાર સવૅ કયુૅ,પરંતુ યોજનાના કોઇ ઠેકાણા નથી,
  • ઉમરપાડા તાલુકાના છેવાડે ઉકાઇ ડેમના પાણીના ઘેરાવાથી ૨૦ કિમી લાંબી કેનાલ-પાઇપલાઇનથી પાણી બલદવા-પીંગોટ ડેમમાં નાખી શકાય
  • ઉકાઇ ડેમમાંથી આદિવાસી વિસ્તારને પાણી મળવાની યોજનાનું સુરસુરીયું થયાનું જાણવા મળ્યું છે,

પ્રાપ્ત માહિતી મુજબ નમૅદા ડેમમાંથી કરોડો કેનાલ બનાવી સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ સુધી પાણી પહોંચ્યું,અને ઉકાઇ ડેમમાંથી સાગબારા,ડેડીયાપાડા અને સોનગઢ તાલુકાના ગામે-ગામ કરોડો રૂપિયાના ખચૅ પાણી પહોંચાડવા યોજાનાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જે પ્રશંસનીય બાબત છે,પરંતુ ઉકાઇ-નમૅદા ડેમમાંથી આજદિન સુધી નેત્રંગ તાલુકાને પાણીનું એકટીપું મળ્યું નથી,તે એક કડવી વાસ્તવિકતા છે, જેમાં નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં ધરતીપુત્રો-ખેડુતોની ત્રણ પેઢી જમીનમાં ખપી ગઇ,પરંતુ આજદિન સુધી પાણીના પ્રશ્ન બાબતે પરિણામલક્ષી સમાધાન આવ્યું નથી.

જેમાં સુરત જીલ્લા ઉમરપાડા તાલુકાના છેવાડાના વિસ્તાર સુધી ઉકાઇ ડેમના પાણીનો ઘેરાવો છે,ડુંગરાળ અને પડતર જમીનો છે,તાપી ડેમનો પાણીના ધેરાવાથી નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા પાસેથી પસાર થતી મોહન નદીનું અંતર ૧૭ કિમી છે,અને ત્યાંથી માત્ર ૩ કિમના અંતરે ટોકરી નદી પસાર થાય છે, જે ટોકરી નદી ઉપર બદલવા-પીંગોટ ડેમ આવેલ છે.

જેમાં તાપી નદીના ઘેરાવાથી ૧૭ કિમી કેનાલ-પાઇપલાઇનથી નેત્રંગના મોટાજાબુંડા પાસેની મોહન નદીમાં પાણી નંખાયા બાદ ટોકરી નદીમાં જતાં બલદવા-પીંગોટ ડેમમાં પાણી રહેશે,અને નેત્રંગ-વાલીયા તાલુકાની ૩૮૦૦ હેક્ટરથી વધુ જમીનને બારેમાસ સિંચાઈનું પાણી મળવાની શક્યતાઓ છે.

જે બાબતે થોડાક વષૅ પહેલા સિંચાઈ વિભાગના જવાબદાર લોકો ધ્વારા બે-ત્રણ વાર સવૅની કામગીરી પણ હાથ ધરાઇ હતી,પરંતુ આ યોજનાનું સુરસુરીયું થઇ ગયું છે,તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે,આ બાબતે સંવેદનશીલ સરકારના નેતાઓ પ્રયત્નો કરે અને યોજાની કામગીરી પુણૅ થયા બાદ બારેમાસ પુરતું પાઉ મળતા આદિવાસી વિસ્તારમાં હરિયાળી ક્રાંતિ આવી શકે તે છે.

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી (નેત્રંગ)

Admin

Admin

9909969099
Right Click Disabled!