અરવલ્‍લી જિલ્લામાં રૂ. ૭૪.૩૪ લાખ ખર્ચે થનાર પીવાના પાણીની નવિન ૨૨ યોજનાઓ મંજૂર

અરવલ્‍લી જિલ્લામાં રૂ. ૭૪.૩૪ લાખ ખર્ચે થનાર પીવાના પાણીની નવિન ૨૨ યોજનાઓ મંજૂર

અરવલ્‍લી જિલ્લા જળ અને સ્વચ્છતા સમીતિની બેઠક જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.  અરવલ્‍લી જિલ્લાના લોકોને પુરૂતુ પીવાનું પાણી મળે રહે તે માટે રૂ.૭૪.૩૪ લાખના ખર્ચે તૈયાર થનાર નવીન ૨૨ યોજનાઓની મંજુરી આપવામાં આવી હતી.

જિલ્લામાં હાલ કાર્યરત પાણી પુરવઠા વિભાગની કામગીરીની માહિતી આપતા પ્રોજેક્ટ મેનેજર  કૈલાસબેન મેવાડાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં રૂ. ૨૦૮૪.૦૭ લાખના ખર્ચે હાલ ૧૦૧ યોજનાઓનું અમલીકરણ ગામ પંચાયત સંચાલિત પાણી સમીતિ ધ્વારા કરવામાં આવી રહ્યુ છે. તો વળી જિલ્‍લામાં “નલ સે જલ”  અંતર્ગત ૧,૮૮,૩૫૭ ઘરને નળ જોડાણથી આવરી લેવામાં આવ્‍યા હોવાનું પણ ઉમેર્યુ હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  ડૉ. અનિલ ધામેલીયા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!