જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
Spread the love

દિવ્યાંગોના હિતોની જાળવણી માટે દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાની સુવિધાની સાથે સાથે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિ ઉજાગર થાય અને તેમને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સાયણ પ્રાથમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકો અને તેમના વાલીજનો કેન્દ્ર શિક્ષક સેજલ બેન રાઠોડ, સાયણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર મિતેશભાઇ પટેલ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના આઇ.ઇ.ડી. વિભાગના બી.આર.પી. મિલન પટેલે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે દિવ્યાંગ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પર્ધક બાળકોને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકાના બી.આર.સી કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ પોતાના એક સંદેશમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોને કુટુંબમાં અને સમાજમાં પોતાના અધિકારો મળી રહે અને તેમનું માન-સન્માન જળવાય એ આપણા સૌની ફરજ છે. તેમણે વિશ્વના વિવિધ દેશો ના અદ્ભુત સિદ્ધિ પ્રાપ્ત કરેલ દિવ્યાંગ બાળકોના ઉદાહરણો ટાંકીને દિવ્યાંગ બાળકોને જરૂરી પ્રેમ અને હૂંફ પૂરી પાડવા અપીલ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાના શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી. અંતે આભારવિધિ આઈ.ઈ.ડી. વિભાગના રિસોર્સ ટીચર કૈલાશબેન ચુડાસમાએ આટોપી હતી. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!