ડુંગળીના ભાવમાં શેરબજારની જેમ વધઘટ, મણે ૨૦૦થી ૩૦૦ રૂપિયાનો વધારો

ડુંગળીના ભાવમાં શેરબજારની જેમ વધઘટ, મણે ૨૦૦થી ૩૦૦ રૂપિયાનો વધારો
Spread the love

રાજકોટ,
રાજકોટ ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં સતત વધઘટ જાવા મળી રહી છે. રાજકોટ ગોંડલ યાર્ડમાં ડુંગળીના મણ ના ભાવ ૬૦૦ થી લઈને ૧૧૦૦ રૂપિયા હતા જેમાં વધારો જાવા મળ્યો છે. એક અઠવાડિયા પહેલા ડુંગળીના ભાવ એક મણના ૨૦૦૦ થી ૨૨૦૦ હતા જેમાં પચાસ ટકા ઘટીને ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા થયા હતા જ્યારે હવે ભાવમાં ફરી વધારો જાવા મળ્યો છે. ગઈકાલે ડુંગળી ના ભાવ માં ૨૦૦ થી ૩૦૦ રૂપિયાનો વધારો જાવા મળ્યો અને ખેડૂતોને ૧૨૦૦ થી૧૫૦૦ રૂપિયા મળ્યા. જાકે ડુંગળીના ભાવમાં મોટાભાગે ઘટાડો જાવા મળી રહ્યો છે.ભાવ ઘટાડા માટે અનેક કારણો જવાબદાર છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનમાં માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીની આવકો શરૂ થઈ છેખેડૂતો કાચી ડુંગળી લઈને યાર્ડમાં વેચવા માટે આવે છે.

સરકાર દ્વારા બીજા દેશમાંથી ડુંગળીની આયાતના નિર્ણયને લઈને પણ ભાવ ઘટ્યા છે. તુર્કી ,ઇજિપ્ત જેવા દેશોમાંથી સરકારે ૩૦ હજાર ટન ડુંગળીનો આયાતનો ઓર્ડર આપ્યો છે. આ ડુંગળી પણ વહેલી તકે બજાર સુધી પહોંચશે.
અત્યાર સુધી રાજકોટ ગોંડલ સહિતના યાર્ડમાં દેશના ૧૫ રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવતા હતા. હવે અન્ય રાજ્યોમાં ડુંગળી આવકો થઈ જતા અન્ય રાજ્યોમાં માંગ ઘટતા ડુંગળીના ભાવ ઘટ્યા છે.

Right Click Disabled!