માંગરોળ માં લુખ્ખા અને આવારા તત્વો સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ

માંગરોળ માં લુખ્ખા અને આવારા તત્વો સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં માંગરોળ પોલીસ દ્વારા શહેરમાં વધતી જતી રોમિયોગીરી અને સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસીસો ની આજુબાજુ ફરતા લુખ્ખા અને આવારા તત્વો ના અસહ્ય ત્રાસથી ત્યાંથી પસાર થતાં વિદ્યાર્થીનીઓ  તેમજ બહેન દીકરીઓને નીકળવું ખુબજ મુશ્કેલ થતું હતું તેનાથી તે બાબતે થોડા દિવસ અગાવ માંગરોળ પોલીસ સ્ટેશને પોલીસ અધિકારીને એક આવેદન આપી આ બાબત ની રજુઆત કરી માહિતગાર કરવામાં આવેલ તેમાં વહેલી સવારે  તથા  શાળા છુંટવા સમય દરમિયાન પોલીસ દ્વારા સતત પેટ્રોલીગ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ માંગરોળ પોલીસ દ્વારા આ બાબતે તાત્કાલિકજ કડક કાર્ય વાહી હાથ ધરવામાં આવી હતી અને કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર ખુબજ પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી તો બીજી તરફ જોવા જઈએ તો માંગરોળ પોલીસ ની કડક કાર્ય વાહી થી હાલ તો આવા લુખ્ખા અને આવારા તત્વો ભૂગર્ભ માં ઉતરી ગયા છે. તેમજ માંગરોળ માં દર શુક્રવારે “ગુજરી બજાર” ના નામથી એક બજાર ભરાય છે તેમાં પણ આવા લુખ્ખા અને આવારા તત્વોનો ખૂબ જ ત્રાસ રહેતો હોય છે તો આ બાબતે પણ પોલીસ દ્વારા ઘટતું કરવા લોક માગ ઉઠી હતીમાંગરોળ પોલીસની ખુબજ પ્રશંસનીય કામગીરી ને લોકો ખુબજ બિરદાવી રહયા છે તેમજ સાથે સાથે લોકો દ્વારા માંગરોળ પોલીસ દ્વારા સતત આવી કડક કામગીરી દરરોજ રેગ્યુલર કરવામાં આવે  એવી પણ માંગ કરીરહયા છે. આ કાર્ય વાહીમાં પી.એસ.આઈ.એન.કે.વિંઝુડા, પી.એસ.આઈ.આર.આર. ચૌહાણ,એ.એસ.આઈ. એન.આર.વાઢેર   એ.પી.મેવાડા, એચ.કે.પાઠક.હેડ.કોન્સ.બી.એચ.રામ,પો.કોન્સ.જે.જે.ડોડીયા,સમીરભાઈ રાઠોડ,ઇરફાન રૂમી,કે.ડી.પાથર,કમલેશ માકડીયા,ચિરાગ બારડ, રાહુલ અપરનાથી તેમજ ટ્રાંફિક બ્રિગ્રેડ જોડાયા હતા

રિપોર્ટર

અનિષ ગૌદાણા

જૂનાગઢ

મો.8488990300

મો7016391330

Right Click Disabled!