કડીના બલાસર પાટિયા પાસેથી ૨૬,૮૫૪ નો વિદેશી દારૂનો જથ્થો પકડતી પોલીસ

કડીના બલાસર પાટિયા પાસેથી ૨૬,૮૫૪ નો વિદેશી દારૂનો જથ્થો પકડતી પોલીસ
Spread the love

કડી પોલીસે કડી ના બલાસર ગામના પાટીયા પાસે બુટલેગરનો પીછો કરી તેને વિદેશી દારૂ તથા બિયર ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંહ દ્વારા મિલકત સબંધી ગુન્હા બનતા અટકાવવા તથા પ્રોહીબિશન અને જુગારની બદી શોધી કાઢી નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ હતી જેના અમલ માટે કડી પોલીસ ના સર્વેલન્સ સ્કોડ ના પી.એસ.આઈ.વાય.એચ.રાજપૂત તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી ને આધારે બલાસર ગામના પાટીયાથી બલાસર ગામ જવાના રસ્તા ઉપર બુટલેગર પટેલ અલ્પેશકુમાર ઉર્ફે વાઘ અરવિંદભાઈ રહે.કડી કરણપુર નો પીછો કરતા બુટલેગર અંધારામાં ગાડી મૂકી ભાગી ગયો હતો.પોલીસે ગાડી માં તપાસ કરતા વિદેશી દારૂ તથા બિયર ની બોટલ નંગ -134 જેની કીં. આશરે 26,754/- નો જથ્થો તથા વેગનઆર ગાડી મળી કુલ 2,26,754/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કડી પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ બુટલેગર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Right Click Disabled!