લાલપુરનાં કાનાલુસમાં ડિગ્રી વગર દર્દીઓને તપાસતો બોગસ તબીબ ઝબ્બે

લાલપુરનાં કાનાલુસમાં ડિગ્રી વગર દર્દીઓને તપાસતો બોગસ તબીબ ઝબ્બે
Spread the love
  • SOGએ પશ્ચિમ બંગાળના નાદીયાના પરબાપરાના વતનીને દબોચ્યો

લાલપુરના કાનાલુસમાં પોલીસે દરોડો પાડી વધુ એક ડીગ્રી વગર જ દર્દીઓને તપાસી દવાઓ આપતા મુળ પશ્ચિમ બંગાળના વતની બોગસ તબીબને પકડી લીધો હતો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવેલા શખસ સામે પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ શખ્સ ધો.૧૧ સુધી ભણ્યો છે. જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને આર.વી.વિંછીના નેતૃત્વ હેઠળ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

જે વેળાએ પોલીસ ટુકડીને કાનાલુસ ગામે રહેતો મુળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના પુરબાપરા ગામનો વતની સુફલ સુનિલભાઇ મંડલ તબીબને લગતી કોઇ ડીગ્રી ધરાવતો ન હોવા છતા દર્દીઓને તપાસી અલગ અલગ દવા પણ આપી પૈસા વસુલ કરતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો. જે વેળા પોલીસને સુફલ મંડલ હાજર મળી આવ્યો હતો. જેની પાસે કોઇ મેડીકલ ડીગ્રી હોય તો રજુ કરવા કહેતા તેની પાસે સક્ષમ અધિકારીની કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાનું જણાવ્યુ હતું. આથી પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનું મશીન, ડ્યુકોઝના બાટલા અને અલગ અલગ દવાઓ વગેરે મળી મુદામાલ કબ્જે કર્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

Screenshot_20210206-134608_Divya-Bhaskar.jpg

Right Click Disabled!