અરવલ્લી પોલીસ કંટ્રોલ ભવનમાં કોબ્રા સાપ ઘૂસ્યો

Spread the love

અરવલ્લી જિલ્લામાં સર્પોનો ઉપદ્રવ અનેક ગણો વધી ગયો છે. રહેણાંક વિસ્તારો તો ઠીક પણ ગત રોજ જિલ્લા પોલીસ ભવનના કંટ્રોલ રૂમમાં ઝેરી કોબ્રા સાપ ગુસી જતાં ફરજપરના પોલીસ કર્મીઓમાં હલચલ મચી હતી. ઇન્ડિયન સસ્પેકટેડ પ્રજાતિ (નાગ)નો સાપ જિલ્લા પોલીસ ભવનમાં દેખાતાં તાત્કાલિક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સર્પ નિષ્ણાત મૌલિક પરમારને બોલાવી ઝેરી સર્પને રેસ્કું કરી પકડવામાં આવતાં પોલીસ કર્મીઓ એ રાહત અનુભવી હતી.

ઊલેખનીય છે કે જિલ્લા સેવા સદન અને પોલીસ વડાની કચેરીનું જે સ્થળે નિર્માણ થયું છે તે જંગલ વિસ્તાર હોવાથી સાપ છેક પોલીસ કંટ્રોલ રૂમ સુધી આવી ગયો હતો.પોલીસ વડા ની કચેરીની મુલાકાત માં ભળ ભલા વને આમ તો પસીનો છૂટી જતો હોય છે પણ આ ઘટનામાં તો સાપની મુલાકાત થી એક તબક્કે પોલીસ કર્મીઓને પસીનો છૂટે તેવી સ્થિતિ ઊભી થઈ હતી પણ સાપ ને પકડી સલામત રીતે જંગલ માં છોડી મૂકવામાં આવતા રાહત થઈ હતી.

દિનેશ નાયક, સરડોઈ

Right Click Disabled!