સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામો મચ્યો

સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હંગામો મચ્યો
Spread the love

સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચાની કરતાં સભ્યો ઉગ્ર બની જઈને એકબીજા પર આક્ષેપ કરતાં જોવા મળ્યાં હતાં.દર્શન નાયક સહિતના સભ્યોએ ખેડૂતો સહિતના પ્રશ્નો ઉઠાવી માઈકના ઘા કર્યાકોરોનાના કારણે છેલ્લા છ મહિનાથી સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી છે. જેમાં ખેડૂતોના હિતોને લઈને હંગામો મચાવવામાં આવ્યો હતો. દર્શન નાયક સહિતના સભ્યોએ સામાન્ય સભામાં હોબાળો મચાવ્યો હતો.દર્શન નાયકને ખેડૂતોના મુદ્દે ઉશ્કેરાઈ જઈને માઈક ફેંકી દીધું હતું.

ખાસ મળેલી સામાન્ય સભા અગાઉ શાસકો પર આક્ષેપ કરવામાં આવ્યા હતા પક્ષ જ વિપક્ષની ભૂમિકામાં દેખાયો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે રિ સર્વે કરાવવાની માંગ ઉઠાવવામાં આવી હતી. તે સહિત ખેડૂતોના મુદ્દે હંગામો મચાવવામાં આવ્યો હતો.ખૂદ ભાજપના સભ્ય અને આરોગ્ય કમિટીના ચેરમેન કિશોર માહ્યાવંશીએ કહ્યું કે,અધિકારીઓ અમારૂ માનતા નથી અને બાદમાં એ જ વ્યક્તિના વહિવટ કરીને બદલી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરતાં શાસક પક્ષ જ વિપક્ષમાં આવી ગયો હતો.

બાંધકામ સહિતના મુદ્દા ચર્ચાયા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પંચાયતના શાસકો સામે ભારે આક્ષેપો થયા હતા. સુરત જિલ્લાના અનેક વહીવટી, આરોગ્ય, બાંધકામ, રોડ-રસ્તા જેવી અનેક બાબતોએ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતાં. જેથી સામાન્ય સભા સતત ઉગ્ર બની જતી જોવા મળી હતી. એક કરતાં વધુ સભ્યો વચ્ચે વચ્ચે ઉભા થઈને પોતાની વાત ઉગ્ર સ્વરૂપે મુકતા જોવા મળ્યા હતા

untitled_1600941162.jpg

Right Click Disabled!