મેસણ ગામે મકાનમાથી રૂ .76800ની ચોરીની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને નોધાઇ

મેસણ ગામે મકાનમાથી રૂ .76800ની ચોરીની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને નોધાઇ
Spread the love

ઇડર તાલુકાના મેસણ ગામના પંકજભાઇ રામજીભાઇ ચૌધરી અે ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવેલ કે કોઈ ચોર ઇસમે પંકજભાઇના મકાનમાં પાછળના રૂમનો દરવાજાનો નકુચો તોડી ઘરની અંદર પ્રવેશ કરી મકાનના પાંછળના ખંડમા મુકેલ બે તીજોરીઓમાથી રોકડ રકમ રૂપિયા ૫૨ હજાર તથા ચાદીના સીક્કા નંગ-૪૦ જે અેક ચાંદીના સીક્કાનુ વજન ૧૦ ગ્રામ લેખે કુલ ૪૦૦ ગ્રામના ચાંદીના સીક્કા કિ.રૂ. ૨૪,૮૦૦ મળી કુલ રૂ ૭૬,૮૦૦ મતાની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ ઇડર પોલીસ સ્ટેશને નોધાવતા પોલીસે ઇ.પી.કો કલમ ૩૮૦,૪૫૭ મુજબ ગુન્હો નોધી આગળની વધુ તપાસ ઇડર પી.અેસ.આઇ. ડી.જે.લકુમ કરી રહ્યા છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG_20201021_221332.jpg

Right Click Disabled!