સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ રામ મંદિર માટે 11 કરોડ દાન આપ્યુ

સુરતના ડાયમંડ ઉદ્યોગપતિએ રામ મંદિર માટે 11 કરોડ દાન આપ્યુ
Spread the love

રામ મંદિર નિર્માણ માટે સુરતના ડાયમંડ ઉદ્યોગપતિ ગોવિંદ ભાઇ ધોળકિયાએ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. ગોવિંદભાઇ ધોળકિયા લાંબા સમયથી RSS સાથે જોડાયેલા છે. રામ મંદિરને 11 કરોડનું દાન આપનારા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ કહ્યુ કે, “રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંગ્રહના જે પ્રોગ્રામ યોજ્યો છે જેમાં ગુજરાતનો અધ્યક્ષ બનાવ્યો છે. 15 જાન્યુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. અમારા ફેમિલીએ અને એસઆરકે કંપનીમાં ભગવાનના નામની કંપની છે. ભગવાન આપણા જ છે અને આપણે જય રામજી કી બોલીયે છીએ.

ભગવાને આપણને ખુબ આપ્યુ છે અને આપણે પણ તેમાં કઇક આપીયે. આ દાન નથી, કારણ કે ભગવાન લક્ષ્મીપતિ છે, તેમણે દાનની જરૂરીયાત નથી. આપણએ સમર્પણ કરવાનું છે. એસઆરકે તરફથી 11 કરોડનો ચેક આપવા માટે વીએચપીની ઓફિસે આવ્યા હતા. સુરતથી અમે 11 કરોડનો ચેક આપ્યો, જયંતી ભાઇ કબુતર વાળાએ 5 કરોડ આપ્યા. લવજીભાઇ બાદશાહે 1 કરોડ રૂપિયા આપ્યા. સુરતમાં 17 કરોડ રૂપિયા ચેક આપ્યા. અમદાવાદમાં ગુજરાત ભરના મિત્રો આવ્યા હતા તેમણે 51 લાખ સુધીની રકમ આપી હતી એ પણ 3-4 કરોડ રૂપિયા થયા હતા.”

રાજ્યના અનેક વિસ્તારમાંથી મળ્યુ દાન

રાજ્યના અનેક વિસ્તારમાંથી રામ મંદિર માટે દાન મળ્યુ હતું. કડીમાંથી પણ વિવિધ ઉદ્યોગપતિ અને સામાન્ય નાગરીકોએ 48 લાખ 85 હજાર 264 રૂપિયા જેટલુ દાન આપ્યુ હતું.

5 લાખથી વધુ ગામમાં 13 કરોડથી વધુ પરીવારોનો સંપર્ક કરવામાં આવશે

રામ મંદિર માટે દાન અભિયાન હેઠળ ૫ લાખથી વધુ ગામમાં 13 કરોડ થી વધુ પરીવારનો સંપર્ક કરવામાં આવશે. ગામના લોકો પાસેથી દાન મેળવવામાં આવશે.દાન એકત્રિત કરવાનું અભિયાન 27 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે જેમાં રામ મંદિરના નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ લોકો પાસેથી સમર્પણ અને સહયોગ રાશિ લેશે.

IMG-20210115-WA0058.jpg

Right Click Disabled!