વાપરેલા કૉન્ડોમ ધોઈને માર્કેટમાં વેચતી ફેક્ટરી ઝડપાઈ

વાપરેલા કૉન્ડોમ ધોઈને માર્કેટમાં વેચતી ફેક્ટરી ઝડપાઈ
Spread the love

વિયેટનામમાં ફેક્ટરીમાંથી 3,20,000 વપરાયેલા કૉન્ડોમ મળી આવ્યા ફેક્ટરીના માલિક સામે કાર્યવાહી કરવામાં આવશે કોરોના કાળમાં સમગ્ર વિશ્વના લોકો સ્વચ્છતા સલામતી માટે પોતાના ઘર અને ઓફિસમાં તેમજ આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા રહે તેના સતત પ્રયત્નો કરી રહ્યાં છે. ત્યારે વિયેટનામમાં લોકોને વાપરેલા કૉન્ડોમ વેચવામાં આવી રહ્યાં છે.. વિયેટનામમાં એક ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડતા 3,20,000 વપરાયેલા કૉન્ડોમ મળી આવ્યા હતા.કહેવામાં આવી રહ્યું છે કે, વિયેટનામ પોલીસને ફેક્ટરીમાં વપરાયેલા કૉન્ડોમ વેચતા હોવા અંગેના સમાચાર મળ્યા બાદ પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.

જેમાં લગભગ 3,20,000થી વધુ વપરાયેલ કૉન્ડોમ સ્થળ પર મળી આવ્યા હતા. પોલીસનો અંદાજ છે કે, અહીં લગભગ ચાર લાખ વાપરેલા કૉન્ડોમ હતા. દરોડા બાદ પોલીસે કારખાનાને સીલ કરી દીધા છે.ફેક્ટરીમાં કૉન્ડમને આકાર પણ આપવામાં આવતો હતો ન્યૂયોર્ક પોસ્ટમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર આ કામમાં આખી ગેન્ગ સામેલ હતી/ આ ટોળકી શેરીઓમાંથી વપરાયેલ કૉન્ડોમ એકત્રિત કરતી હતી અને પછી તેને ફેક્ટરીમાં લાવે, ધોઈ અને સૂકવી અને પછી પેક કરીને બજારમાં વેચી દેતી હતી બજારમાં વેચતા પહેલા આ કૉન્ડમને આકાર પણ આપવામાં આવતો હતો.

પોલીસે જણાવ્યા પ્રમાણે મામલો સામે આવ્યા બાદ આ ફેક્ટરીના માલિક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કારણકે તેણે ઘણા કાયદા તોડયા છે તેના પર જલ્દીથી કાર્યવાહી કરવામાં આવશે તમને જણાવી દઈએ કે કૉન્ડોમ સિંગલ યુઝ માટે વપરાય છે. ત્યારે આવા સમયે ઈન્ફેક્શન ફેલાવાનો પણ ડર રહે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે આ ચેડા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં પણ તેને લઈને સનસની ફેલાયેલી છે. કારણ કે અત્યાર સુધીમાં આ ફેક્ટરીના હજારો કૉન્ડોમ બજારમાં પહોંચી ગયા છે.

condom-vietnam_d.jpg

Right Click Disabled!