ગાજીપુર બોર્ડરના ધરણાસ્થળ પર ખેડૂતે ફાંસી લગાવી આપઘાત કર્યો

ગાજીપુર બોર્ડરના ધરણાસ્થળ પર ખેડૂતે ફાંસી લગાવી આપઘાત કર્યો
Spread the love

આજે ખેડૂત આંદોલનનો 38મો દિવસ છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે ખેડૂત પોતાની માગ માટે અડગ છે. સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પહેલા ખેડૂત અને સરકાર વચ્ચે સાતમા તબક્કાની વાતચીતમાં સમાધાન તો ન થયું પણ વિવાદના મુદ્દા પર સહમતિ થઈ ગઈ છે. તો આ તરફ કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ધરણામાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે. કાયદા વિરુદ્ધ ખેડૂતોના ધરણા ઠંડીમાં પણ ચાલી રહ્યાં છે. ખેડૂત સરકાર સાથે વાતચીત પહેલા કડક વલણ દેખાડી રહ્યાં છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે કૃષિ કાયદો પાછો લેવા કરતા કંઈ ઓછું મંજૂર નથી. કૃષિ કાયદો પાછો નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલું રહેશે.

ધરણા સ્થળ પર ખેડૂતે ફાંસી લગાવી

કૃષિ કાયદાના વિરુદ્ધ ગાઝિયાબાદમાં દિલ્હી બોર્ડર પર ખેડૂતોના ધરણામાં સામેલ એક ખેડૂતે ફાંસી લગાવી લીધી છે. ખેડૂતે ધરણાસ્થળ પર શૌચાલયમાં ફાંસી લગાવીને આપઘાત કર્યો છે. અત્યાર સુધી આ આંદોલનમાં 25થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે.

આ ખેડૂતોએ જીવ ગુમાવ્યા છે

28 નવેમ્બરે બહાદૂરગઢના બાઈપાસ પર સહાયક મેકેનિક જનકરાજનું ગાડીમાં જીવતા સળગી જવાથી મોત થયું છે.
28 નવેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ચહલાંવાલી ખ્યાલીના ધન્ના સિંહનું દિલ્હી જતી વખતે રોડ અકસ્માતમાં મોત થઈ ગયું.
29 નવેમ્બરની રાતે તબિયત લથડવાથી ગજ્જનસિંહ, મેવા સિંહનું મોત થયું.
2 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ બચ્છોઆનાના ખેડૂત ગુરજંટ સિંહનું બિમારીના કારણે મોત થયું
5 ડિસેમ્બરે પણ એક ખેડૂતનું મોત થયું હતું, પણ તેની ઓળખ થઈ શકી નથી.
6 ડિસેમ્બરે સિરસાના ડબવાલી વિસ્તારમાં આવેલા ખુઈયાં મલકાના ટોલ પ્લાઝા પાસે છ સાથીઓ સાથે દિલ્હીથી પાછા આવેલ કમલદીપ સિંહ બસમાંથી ઉતરતાની સાથે ચક્કર ખાઈને પડી ગયા. હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ નિધન થયું.
8 ડિસેમ્બરે દિલ્હી-હરિયાણાની સિંધુ બોર્ડર પર ચાલી રહેલા આંદોલનમાં TDI સિટીના સામે સોનીપત જિલ્લાના ગામ બરોદાના રહેવાસી અજય(32)નું મોત ઠંડીના કારણે થયું.
10 ડિસેમ્બરની સવારે ભઠિંડા જિલ્લાના લગભગ 37 વર્ષના જય સિંહનું હાર્ટઅટેકથી મોત થયું
12 ડિસેમ્હર ભઠિંડા જિલ્લાના ગામ લાલેઆનાના ખેડૂત લખવીર સિંહનું હાર્ટઅટેકના કારણે મોત થઈ ગયું
16 ડિસેમ્બરે કરનાલ જિલ્લાના સિંઘડાના રહેવાસી 65 વર્ષીય સંત બાબા રામ સિંહે ગોળી મારીને આપઘાત કરી લીધો.
17 ડિસેમ્બર 2020ની સવારી ભઠિંડા જિલ્લાના ગામ તુંગવાલીના રહેવાસી ખેડૂત જય સિંહનું હાર્ટઅટેકથી મોત
17 ડિસેમ્બર 2020ના રોજ માનસા જિલ્લાના ગામ ફતા મલોકાના નવયુવાન ખેડૂત જતિંદર સિંહનું રોડ એક્સિડન્ટમાં મોત.
20 ડિસેમ્બરે ભઠિંડાના રામપુરા ફુલમાં ગુરલાભ સિંહે ઝેર ખાઈ લીધું. પરિવારજનોએ જણાવ્યું હતું કે, ટિકરી બોર્ડર પર ધરણામાંથી પાછા આવ્યા પછી 2 દિવસથી પરેશાન હતા. તેમના છેલ્લા બોલ હતા-ખબર નહીં શું થશે ખેડૂતોનું
24 ડિસેમ્બરે ટીકરી બોર્ડરના ધરણામાં સામેલ કૈથલ જિલ્લાના ગામ સરધાના એક યુવકને હાર્ટ અટેક આવ્યો. પાછા જતા સફીદો પાસે તેને અંતિમ શ્વાસ લીધા.
25 ડિસેમ્બર 2020ની મોડી રાતે ભઠિંડા જિલ્લાના ગામ ભાગીવાંદરના ખેડૂત ગુરપ્યારનું ઠંડીના કારણે મોત થયું.
26 ડિસેમ્બરે આંદોલનથી પાછા આવેલા હોશિયારપુર જિલ્લાના ગામ રડાના ભૂપિંદર સિંહ પુત્ર મોહન સિંહ(48)નું ઘરે પાછા ફરતી વખતે હાર્ટ અટેકથી મોત.
26 ડિસેમ્બરે ગુરદાસપુરના ગામ ગિલ્લાવાલીના રહેવાસી 75 વર્ષીય અમરીક સિંહનું મોત થયું. હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
28ડિસેમ્બરે પંજાબના સિનિયર એડવોકેટ અમરજિત રાયે દિલ્હીમાં આત્મહત્યા કરી હતી. તેઓ પંજાબના ફઝિલ્કા જિલ્લાના રહેવાસી છે. ટીકરી બોર્ડરથી 5 કિમી દૂર જઈ તેમણે ઝેર ખાઈ લીધું હતું. ઝેર પીને તેમણે તેના ક્લાર્કને માહિતી પણ આપી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્રના કૃષિ કેન્દ્રના વિરોધમાં ખેડૂતોના દેખાવને ટેકો આપવા તેઓ જીવ આપી રહ્યાં છે જેથી સરકાર તેમનો અવાજ સાંભળે.
આ ઉપરાંત પંજાબ-હરિયાણાના 10થી વધુ ખેડૂતોના મોત અત્યાર સુધી થઈ ચૂક્યાં છે

પત્રકાર : ઈરફાન શેખ ( પંચમહાલ )

FB_IMG_1609744093647.jpg

Right Click Disabled!