કડીના રહેણાંક મકાનમાં મોડી રાત્રે આગ લાગતા ઘરનો સામાન બળીને ખાખ

કડીના રહેણાંક મકાનમાં મોડી રાત્રે આગ લાગતા ઘરનો સામાન બળીને ખાખ
Spread the love
  • કડીની રહેણાંક મકાનમાં મોડી રાત્રે આગ લાગતા રાચ રચીલું બળીને ખાખ

કડીના ભાગ્યોદય હોસ્પિટલ રોડ ઉપર આવેલ શિવશક્તિ સોસાયટી માં શનિવાર મોડી રાત્રે આગ લાગતા ઘરમાં રહેલો લાખો રૂપિયાનો ફર્નિચર સહિતનો સામાન બળી જવા પામ્યો હતો જ્યારે ઘરમાં રહેતા પરીવાર નો આબાદ બચાવ થયો છે. કડીના ભાગ્યોદય હોસ્પિટલ જવાના રોડ ઉપર શિવશક્તિ સોસાયટીમાં મોહનભાઇ પટેલે પોતાનું મકાન એએસકે ઓટોમેટિવ કંપનીમાં કામ કરતા શ્યામ બહાદુર સીંગ ને ભાડેથી રહેવા આપેલ છે.

શનિવાર મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ ઘરમાં વીજળીના વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી જેની જાણ શ્યામ બહાદુર સિંઘ ને થતા તેઓ ઘર બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો જ્યારે ઘરમાં પડેલ રાચ રચીલું બળીને ખાખ થયી ગયું હતું.આગ ની ઘટનાની માહિતી મળતા કડી ટીડીઓ એમ.વી.ઝાલા સહિત ફાયર ફાયટર સ્થાનિક ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી હતી.

IMG-20201018-WA0004.jpg

Right Click Disabled!