જીરિયાટ્રિક વોર્ડ છતાં વધુ 12 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા

જીરિયાટ્રિક વોર્ડ છતાં વધુ 12 કોરોનાગ્રસ્ત દર્દીના મોત થયા
Spread the love

જામનગરમાં કોરોનાનો મૃત્યુદર ઘટાડવા રાજય સરકારની સાથે સ્થાનિક તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે અને જી.જી.હોસ્પિટલમાં વયસ્ક દર્દીઓ માટે જીરિયાટ્રિક વોર્ડ સહિત અન્ય સુવિધામાં વધારો કરવામાં આવ્યો હોવા છતાં ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજ્યા છે. સંક્રમણ કાબૂ બહાર હોય એક જ દિવસમાં શહેર-જિલ્લામાં વધુ ૧૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરમાં ૧૧૭ અને ગ્રામ્યમાં ૧૩ દર્દીએ મહામારીને મહાત આપી છે. જામનગર શહેર-જિલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ અને કેસનો વણથંભ્યો સિલસિલો યથાવત રહ્યો છે.

મૃત્યુદર અને કેસ ઘટાડવા તંત્ર દ્વારા અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ કાળી ફાવી રહી નથી. આ કપરી સ્થિતિમાં મંગળવારે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ ૧૨ કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજયા હતા. જ્યારે બીજી બાજુ એક જ દિવસમાં શહેરમાં ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ મળી કુલ ૧૨૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરમાં જી.જી. હોસ્પિટલમાં ૧૧૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. મંગળવારની સ્થિતિએ જામનગરમાં ૧૭૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૭ એકટીવ કેસ રહ્યા છે.

રોહિત મેરાણી (જામનગર)

G-G-Hospital-3.jpg

Right Click Disabled!