જેતપુરામાં આવેલ ખાનગી કંપનીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી

જેતપુરામાં આવેલ ખાનગી કંપનીમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી
Spread the love
  • ઓફીસ તોડી લાખો રૂપિયાની કરી ચોરી

કડી તાલુકાના જેતપુરા ગામે આવેલ ખાનગી કંપનીમાં બુધવારે મોડી રાત્રે ચાલુ કંપનીમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ ના પાંચ સભ્યોએ ઓફીસ માં તોડ ફોડ કરી કંપનીના કેશબોક્સ માં પડેલ રોકડ રૂ.1,70,000/- ચોરી ગયા હતા. જેતપુરા સ્થિત અલગ અલગ વસ્તુઓના કોટીંગ બનાવતી જી.એમ.એમ કોટીંગ પ્રા. લી. ના ડાયરેકટર નિતેશભાઈ કેશરભાઈ ગોસ્વામી એ બાવલું પોલીસ સ્ટેશનમાં ચોરીની નોંધાવેલ ફરિયાદ અનુસાર તેઓને ગુરુવાર સવારે કંપનીના સિકયુરિટી ગાર્ડ હેમરાજ રબારીએ ફોન કરી કંપનીમાં ચોરી થયાનું કહ્યું હતું.

ત્યારબાદ નિતેશ ગોસ્વામી કંપનીમાં આવી જોતા ઇમરજન્સી ગેટ ખુલ્લો હતો અને ઓફિસના દરવાજાનું લોક તોડી નાખેલ હતું તેમજ એકાઉન્ટ ઓફીસ ની તિજોરી તોડી નાખેલ હતી અને અંદર મુકેલ ગોદરેજ કંપનીનું કેશબોક્સ ચોરો ચોરી ગયા હતા. કેશ બોક્સમાં પડેલ આશરે દોઢ લાખ રૂપિયા ચોરો ચોરી ગયા હતા.કેશ બોક્સ કંપનીના ઇટીપી પ્લાન્ટ ની પાછળ આવેલ ખેતરમાં તોડી નાખેલ મળી આવ્યું હતું.આ અંગે કંપનીના ડાયરેક્ટરે બાવલું પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ઘટનાના સીસીટીવી તપાસી પાંચ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

IMG-20200925-WA0004.jpg

Right Click Disabled!