સોનાનું પાણી ચઢાવેલા દાગીના પાર 2.54 કરોડની લોન લેવાઈ

સોનાનું પાણી ચઢાવેલા દાગીના પાર 2.54 કરોડની લોન લેવાઈ
Spread the love

સુરતના મોટા વરાછા, ઉત્રાણ, યોગીચોક, સરથાણા, કતારગામ અને પીપલોદ સ્થિત બેન્ક ની 6 બ્રાન્ચમાં એકબીજાનો રેફરન્સ આપી મિશ્ર ધાતુના દાગીના ઉપર સોનાનું પાણી ચઢાવી ગીરવે મૂકી તમામ બ્રાન્ચમાંથી માત્ર એક મહિનામાં કુલ 41 ગોલ્ડ લોન મારફતે રૂ.2.54 કરોડની લોન મેળવનાર ડીંડોલીના દંપત્તિ સહિત 22 વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતની બેન્કની 6 બ્રાન્ચ મોટા વરાછા, ઉત્રાણ, યોગીચોક, સરથાણા, કતારગામ અને પીપલોદમાંથી વિતેલા બે માસ દરમિયાન જેમણે સોનાના દાગીના ગીરવે મૂકી ગોલ્ડ લોન મેળવી હતી તેમના દાગીનાની ચોકસાઈ કરાવતા જાણવા મળ્યું હતું કે કેટલાક દાગીના મિશ્ર ધાતુના છે અને તેના ઉપર સોનાનું પાણી ચઢાવી ગીરવે મુકાયા છે. આથી બેન્કે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આવા 23 વ્યક્તિએ એકબીજાનો રેફરન્સ આપી 19 ઓગષ્ટથી 16 સપ્ટેમ્બર દરમિયાન કુલ 41 ગોલ્ડ લોન મારફતે કુલ 2,55,53,100 ની લોન લીધી છે. આ હકીકત બહાર આવતા મેનેજર સંદિપભાઇ ધીરજભાઇ અટાલાએ ડીંડોલીના દંપત્તિ સહિત 22 વ્યક્તિ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

વધુ તપાસ પીએસઆઈ કે.એ.સાવલીયાએ વધુ તપાસ હાથ ધરી છે. યોગીચોક બ્રાન્ચમાં સોનું ગીરવે મૂકી લોન લેવા આવેલા વ્યક્તિનું સોનું મિશ્ર ધાતુ નીકળતા કરેલી તપાસમાં કૌભાંડ બહાર આવ્યું બેન્કની યોગીચોક બ્રાન્ચમાં ગત 14 સપ્ટેમ્બરના રોજ જયેશ પાનેલીયા સોનું ગીરવે મૂકી લોન લેવા આવ્યો હતો. તેણે આપેલા દાગીના બેન્કે નિયુક્ત કરેલા સોનીએ ચકાસ્યા તો મિશ્ર ધાતુના અને સોનાનું પાણી ચઢાવેલા હતા તેની સાથે જે વ્યક્તિ આવ્યો હતો તે હરેશ દુધાતે તે જ બ્રાન્ચમાંથી ત્રણ ગોલ્ડ લોન લીધી હોય મેનેજર રુચક સરતાનપરાને શંકા ગઈ હતી. તેણે હરેશે ગીરવે મુકેલા દાગીનાની ચકાસણી કરાવી તો તે પણ મિશ્ર ધાતુના અને સોનાનું પાણી ચઢાવેલા હતા. આથી તમામ બ્રાન્ચમાં તપાસ કરાવતા તેઓ જે એકબીજાના રેફરન્સથી દાગીના ગીરવે મૂકી લોન લઈ ગયા હતા તે તમામ દાગીના ચકાસ્યા ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું.

images.jpg

Right Click Disabled!