કલોલના વાંસજડામાં પાન પાર્લરની આડમાં દારૂ, બિયર વેચતો શખ્સ ઝડપાયો

કલોલના વાંસજડામાં પાન પાર્લરની આડમાં દારૂ, બિયર વેચતો શખ્સ ઝડપાયો
Spread the love

કલોલ તાલુકાના વાંસજડા ગામમાં પાન પાર્લરની આડમાં દારૂ , બિયર વેચતો શખ્સ ઝડપાઈ ગયો હતો. સાંતેજ પીઆઈ વિ.એસ માનજરીયાના માર્ગદર્શન હેઠળ સાંતેજ પોલીસે પ્રોહિબીશનની પ્રવૃતિ અટકાવવા સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. જેમાં અવારનવાર દરોડા પાડી દારૂનો વેપલો કરતા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક દરોડામાં તાલુકાના વાંસજડા ગામે પાન પાર્લરની આડમાં દારૂ તેમજ બિયરનો વેપલો કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ તાલુકાના વાંસજડા ગામે જીવણપગીના વાસમાં રહેતો મનોજજી કરશનજી ઠાકોર ગામના બસ સ્ટેન્ડ પાસે વિસત કૃપા પાન પાર્લર ચલાવે છે.

પાર્લરની આડમાં તે વિદેશી દારૂનું વેચાણ કરતો હતો. જેની બાતમી સાંતેજ પોલીસને મળતાં દરોડો પાડયો હતો. જેમાં પાર્લરની તલાશી લેતાં તેમાંથી રૂ. 500ની કિંમતની વિદેશી દારૂની 1 બોટલ તેમજ રૂ. 1,885ની કિંમત ના 13 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ તેમજ બિયર મળી કુલ રૂ. 2,385નો મુદામાલ કબજે કરી મનોજજી ને ઝડપી પાડયો હતો. પોલીસે પકડાયેલા આરોપી સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દારૂ, તેમજ બિયર ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કોણે મગાવ્યો છે, તે અંગેની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

Right Click Disabled!