ચોરીના 8 ફોન સાથે ચરેડી છાપરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો

ચોરીના 8 ફોન સાથે ચરેડી છાપરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો
Spread the love

રાજ્યના વિવિધ વિસ્તારમાં ચોરી કરીને તેને વેચવા ફરતા યુવકને ચોરીના 8 ફોન સાથે ચરેડી છાપરા પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. એલસીબી પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહને ચોરીના ફોન વેચવા માટે ફરતા શખ્સ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોીલસે ચરેડી છાપરા પાસેથી રાહુલ ઉર્ફે ભોપો શંભુભાઈ દંતાણી (રહે-ધોલાકુવા, મૂળ-વલાદ ગામ)ને દબોચી લીધો હતો. પોલીસે તેની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલી ચેક કરતાં અંદરથી 8 ફોન મળી આવ્યા હતા.

દરમિયાન પોલીસે પકડાયેલા શખ્સ પાસે ફોન અંગે આધાર પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને પગલે તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં ફોન ચોરીના હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ છેલ્લા દોઢ વર્ષમાં મીનાવાડા, ગોરવંટા, દહેગામ, ચિલોડા, સેક્ટર-24, પ્રેસ સર્કલ તથા બાયડ ખાતેથી ફોન ચોર્યા હતા. જેને પગલે પોલીસે 31 હજારના ફોન કબ્જે લઈને આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટ : તેજેન્દ્ર સિંહ જે રાઠોડ

Right Click Disabled!