રામપુર (વાસણા) ગામમાં વગર વરસાદે ચોમાસુ જેવી પરિસ્થિતિ

રામપુર (વાસણા) ગામમાં વગર વરસાદે ચોમાસુ જેવી પરિસ્થિતિ
Spread the love

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના રામપુર વાસણા ગામની અંદર વોટરવોક્ષ નુ પાણી બે દિવસે પંચાયત દ્વારા ગ્રામજનો ને આપવામાં આવી રહ્યુ છે ત્યારે ગ્રામજનો ને પીવા અને વાપરવા માટે હોય છે, પરતુ ગામની અંદર રામદેવ મંદિર ના પાછળ નુ આવેલ સગર વાસમાં પાણી ની કોઈજ કિમંત ના હોય તે રીતે પુષ્કર પાણી નો બગાડ થાય છે અને વપરાશ કરેલુ પાણી ગામથી ૫૦૦ મીટર દુર રસ્તા ઉપર વરસાદી પાણી ની માફક વહે છે, પણ આ રસ્તા પરથી પોતાના મકાન અને ખેતર સુધી જવા માટે ગણી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.

આમ તો લાખો રૂપિયા ના ખર્ચે આગળ ના સરપંચ સગર ધુળાભાઈ દ્વારા ગ્રાંટ નો ઉપાયોગ કરી આ જગ્યાએ અંદર ગ્રાઉન્ડ ગટર લાઇન છે પરંતુ તે થોડી જગ્યાએ પૂરણ થઈ ગઈ છે તે પંચાયત ના સરપંચ ભગીબેન ઠાકોર દ્વારા રસ લઈ ગટર લાઇન ખુલ્લી કરવામાં આવે તો તમામ પ્રશ્ન નો સોલ્યુશન થઈ જાય તેમ છે નહિતર આ જગ્યાએ ગંદકી થી કોલેરા, ટાઈફોડ, ડેંગ્યુ, જેવી બીમારી ગામમાં પગ પેસારો કરે તો કોય નવાય નહી.

9-2.jpg 8-1.jpg 7-0.jpg

Right Click Disabled!