મહુવા તાલુકાના CRC અને કેન્દ્ર શિક્ષકોની પ્રેરક માર્ગદર્શક બેઠક યોજાઈ

મહુવા તાલુકાના CRC અને કેન્દ્ર શિક્ષકોની પ્રેરક માર્ગદર્શક બેઠક યોજાઈ
Spread the love

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ દીપકભાઈ દરજી ની અધ્યક્ષતામા મહુવા તાલુકાના CRC અને કેન્દ્ર શિક્ષક ની પ્રેરક અને માર્ગદર્શક બેઠક BRC ભવન મહુવા ખાતે યોજાઈ હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ કિરીટભાઈપટેલનું નું પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડી સ્વાગત મહુવાના પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એસ.ચૌધરી, તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ બિપીન ભાઈ, પ્રફુલભાઈ, BRC હેમંતકુમાર, ધીરુભાઈ પટેલ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ DEO એ પોતાના વક્તવ્યમાં શાળાઓ ખુલશે ત્યારે શું પૂર્વ તૈયારી રાખવી એ વિશે જણાવતાં કહયું કે દૈનિક નોધ, સો ટકા, શાળાનું ફરજિયાત ઇન્સપેકશન ,શિક્ષકોના નિયમિત CR રિપોર્ટ સમયસર ભરવાનું જણાવી બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્નો અને આયોજન પ્રશ્ને વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે દ્કોરોના મહામારી વચ્ચે પણ પોઝિટિવ વિચાર સાથે બાળકોના હિતમાં હોમલર્નિંગ ,વર્ચ્યુઅલ ક્લાસનું કાર્ય વગેરે માહિતીથી માહિતગાર કર્યા હતા. જિલ્લા કાર્યવાહક પ્રમુખ પ્રફુલભાઈએ આભારવિધિ આટોપી હતી.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201017-WA0094.jpg

Right Click Disabled!