થરાદની કૃષ્ણનગર સોસાયટીમાં નવ દિવસીય રામ કથા યોજાઈ

થરાદની કૃષ્ણનગર સોસાયટીમાં નવ દિવસીય રામ કથા યોજાઈ
Spread the love

થરાદમાં આવેલી કૃષ્ણનગર સોસાયટીમાં નવ દિવસીય રામ કથા યોજાઈ હતી, જેમાં અજવાળી આસો સુદ એકમથી માંડીને નવમી સુધી દરરોજ સાંજના ૯ થી ૧૧ વાગ્યા સુધી કથાકાર સિદ્ધાજભાઈ શાસ્ત્રી જેઓએ ભક્તોને કથારૂપી જ્ઞાનનું રસપાન કરાવ્યું હતું. આ કથા મહાવીર હનુમાન સેવા સમિતિ દ્વારા કરાયેલા આયોજનમાં કથારૂપી રસપાન કૃષ્ણનગર સોસાયટીમાં આવેલ વીર હનુમાન મંદિર ચોક ખાતે સતત નવ દિવસ કથાનું રસપાન અકબંધ હતું.

વર્તમાનમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી હોઈ કૃષ્ણનગર સોસાયટીમાં યોજાયેલી નવ દિવસીય કથા મહોત્સવમાં સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક સાથે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, થરાદની કૃષ્ણનગર સોસાયટીમાં નવ દિવસ યોજાયેલી રામ કથામાં કથાકાર સિધ્ધરાજભાઈ શાસ્ત્રી ડેડાવાવાળા સહિત યજમાન બ્રાહ્મણો, શ્રીરામ ભક્તો સહિતના સરકારની ગાઇડલાઇન અનુસાર ઉપસ્થિત રહી રહ્યા હતા, જોકે નવ દિવસીય કથામાં શ્રીરામ ભક્તજનોએ જ્ઞાનરૂપી રસપાનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

Right Click Disabled!