મહિલા ફોજદાર અને મહિલા કંડક્ટર વચ્ચે થઈ પડી હાથાપાઈ

મહિલા ફોજદાર અને મહિલા કંડક્ટર વચ્ચે થઈ પડી હાથાપાઈ
Spread the love

રાજકોટ, શહેરના શાસ્ત્રીમેદાન સ્થિત એસટી બસ સ્ટેન્ડમાં મહિલા ફોજદાર અને મહિલા કંડક્ટર વચ્ચે હાથાપાઈ થતાં ટોળાં ભેગા થઈ ગયા હતા. મામલો એ-ડિવિઝન પોલીસ મથકમાં પણ પહોંચ્યો હતો, પરંતુ બંને પક્ષોએ સમાધાન કરી લેતાં ફરિયાદ નોંધાઈ ન હતી. આમ છતાં બંને પક્ષોએ એકબીજા વિરૂદ્ધ મારકૂટ કર્યાના આક્ષેપો કર્યા હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાયબર ક્રાઈમ પોલીસ મથકના મહિલા પીએસઆઈ એન. બી. ડોડિયા માતાને મુકવા એસટી બસ સ્ટેન્ડ ગયા હતા ત્યારે રાજકોટ-જૂનાગઢ રૃટની નોનસ્ટોપ બસના મહિલા કંડક્ટર રીનલબેન સરવૈયા સાથે માથાકૂટ થઈ હતી. પીએસઆઈ ડોડિયાએ આ દરમિયાન તમાચાઓ ઝીંક્યાની ચર્ચા પણ વહેતી થઈ હતી.આ ઘટનાને પગલે બસ સ્ટેન્ડમાં ટોળાં ભેગા થઈ ગયા હતા.

જાણ થતાં એ-ડિવિઝન પોલીસ પણ પહોંચી હતી. બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં સમાધાન થઈ જતાં ફરિયાદ નોંધાવાઈ ન હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં બંને મહિલાઓ એકબીજાના ગીરેબાન પકડી લીધાનું દેખાય છે. પીએસઆઈ ડોડિયાએ આક્ષેપ કર્યો કે, મહિલા કંડક્ટરને આ બસ ક્યાં જાય છે તેવું પૂછતાં તેણે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી તારી રીતે વાંચી લે, તારા બાપના નોકર નથી તેમ કહી તેની માતાને પાટું મારી દીધું હતું. એટલું જ નહીં પોતાનો કૂર્તો પણ ફાડી નાખ્યો હતો. જ્યારે મહિલા કંડક્ટરે પોલીસ સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે પીએસઆઈ ડોડિયાને તેનું એક્ટિવા સાઈડમાં લેવાનું કહેતા માથાકૂટ, ઝપાઝપી કરી તેને તમાચા ઝીંકી દીધા હતા.

content_image_a27bf55e-701a-4935-9e22-df6f6f6cd2cb.gif

Right Click Disabled!