વડોદરામાં વોટ્સઅપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું

વડોદરામાં વોટ્સઅપ પર ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું
Spread the love

દિલ્હીના જીવન ભુલની ધરપકડ કરવામાં આવી. પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો યુવતીને લઈને આવેલા એક યુવકની ધરપકડ કરવામાં આવી શહેરમાં સેક્સ રેકેટ ચલાવવા માટે નોર્થ-ઇસ્ટથી છોકરીઓ લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો. જેની માટે એસ્કોર્ટ નામની વેબસાઇટ બનાવી ગ્રાહકો માટે એક વોટ્સઅપ નંબર આપવામાં આવતો હતો. જેથી સંપર્ક કરતા સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ નક્કી કરવામાં આવતો હતો.

આમ વોટ્સઅપ પર ચાલતા સેક્સ રેકેટની જાણ કારેલીબાગ પોલીસને થતાં પર્દાફાશ કરી એક શખ્સની ઘરપકડ કરી બે પરપ્રાંતિ યુવતીઓને આ રેકેટમાંથી છોડાવી લેવામાં આવી હતી.સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વોટ્સઅપના માધ્યમથી સેક્સ રેકેટ ચાલતુ હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના પરિણામે તપાસ કરતા એસ્કોર્ટ સર્વિસના નામને જુદા જુદા વેબ પેજ બનાવી વોટ્સઅપ નંબર આપવામાં આવ્યો હતો.

સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસે છટકું ગોઠવ્યું હતું. વેબસાઇટ પર આપેલા નંબર ઉપર ડમી ગ્રાહક મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો. વોટ્સઅપ પર સંપર્ક કરતા તુંરત જ સામેથી યુવતીઓના અશ્લિલ ફોટા મોકલી ભાવ તાલ નક્કી કરવામાં આવ્યો હતો. દિલ્હીના યુવકની ધરપકડ કરાઈડમી ગ્રાહકે ભાવ તાલ નક્કી કરતા એક શખ્સ ફોર વ્હિલર કારમાં યુવતીને લઇને વી.આઇ.પી રોડ પર પહોંચ્યો હતો. જ્યાં વોચમાં રહેલી પોલીસે દિલ્હીના જીવન શ્રીલાલ ભુલ ( મુળ પસ્શિમ દિલ્હી, હાલ રહે. ચંદન મહેલ હોટલ, સયાજીગંજ) ને ઝડપી પાડ્યો હતો.

જીવન સામે અગાઉ વર્ષ 2019માં સયાજીગંજ અને ગોરવા પોલીસ સ્ટેશન ખાતે ઇમમોરલ ટ્રાફિકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. જે મોબાઇલ નંબર મારફતે જીવન અગાઉ સેક્સ રેકેટ ચલાવતો હતો તે જ નંબરનો હાલમાં પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એક યુવતી મમતા હોટલમાંથી મળી આવીપોલીસે આ મામલે જીવન સામે ધી ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધી તેની પ્રાથમિક પુછપરછ કરતા અન્ય એક મહિલા સયાજીગંજ વિસ્તારમાં આવેલી મમતા હોટલમાં હોવાનુ જાણવા મળ્યું હતું. આમ પોલીસે સિક્કમની બે યુવતીઓને સેક્સ રેકેટમાંથી મુક્ત કરાવી તેમના ઘરે પરત મોકલવા તજવીજ હાથ ધરી છે.

EkQtOd2UwAMGFan.jpg

Right Click Disabled!