વડોદરા ગ્રામ્ય LCBની ટીમે દ્વારા ડભોઇ નજીકના પણસોલી ગામમાંથી જુગારધામ ઝડપાયું

વડોદરા ગ્રામ્ય LCBની ટીમે દ્વારા ડભોઇ નજીકના પણસોલી ગામમાંથી જુગારધામ ઝડપાયું
Spread the love

વડોદરા ગ્રામ્ય ની એલસીબી ટીમના સ્ટાફના માણસોને પાકી બાતમી મળી હતી કે ડભોઇ નજીકના પણસોલી ગામ માં જુગાર રમાઇ રહ્યો છે જેથી પેટ્રોલિંગમાં રહેલ પોલીસ જવાનોએ ડભોઇ નજીકના પણસોલી ગામની સીમમાં કાસુડી વાગામાં લીમડાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીયાઓને પાનાપત્તા સાથે અને સાથે દાવ પર લાગેલા રૂપિયા સહિત ઝડપી પાડયા હતા.

આમ એલસીબીની ટીમે સદર હકીકતના આધારે નજીકમાં થી બે પંચના માણસો ને બોલાવી પોલીસ તંત્રના જવાનો અને પંચોને ઉપરોક્ત વાતની હકીકત થી વાકેફ કરી જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડયા હતા.જેથી જુગાર ની બાબતમાં પોલીસ તંત્ર ને એક મોટી સફળતા મળી હતી. પકડાયેલા ૬ ઈસમો ની અંગ ઝડપી કરતા અંકે રૂપિયા ૧૨,૭૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ ૬ જુગારીઓની સામે ડભોઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ વિજયકુમારે જુગારધારાની કલમ ૧૨ મુજબ કાયદેસરની ફરિયાદ નોંધાવી જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

IMG-20201012-WA0040.jpg

Right Click Disabled!