જામનગર શહેરમાં ફલેટમાં ધમધમતું જુગારધામ પકડાયું, મહિલા સહિત 6 ઝબ્બે

જામનગર શહેરમાં ફલેટમાં ધમધમતું જુગારધામ પકડાયું, મહિલા સહિત 6 ઝબ્બે
Spread the love
  • સત્યમ કોલોની રોડ પર ગોવર્ધન એપાર્ટમેન્ટના મકાનમાં દરોડો
  • રોકડ રકમ સહિત સાડા એકવીશ હજારની માલમત્તા કબ્જે લઈ પોલીસે ગુનો નોંધ્યો

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર સીટી સી પોલીસે ગોર્વધન એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી જુગાર રમતા એક મહિલા સહિત છ શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ.૨૧,૫૬૦ની માલમતા કબજે કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. સાંજે મંડાયેલા જુગાર પર પોલીસના દરોડાથી ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરમાં સીટી સી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ પોલીસને સત્યમ કોલોની રોડ પર ગોર્વધન એપાર્ટમેન્ટના એક ફલેટમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે મિલન ભરતભાઇ દોઢીયાના ફલેટ નં.૫૦૪માં દરોડો પાડયો હતો.જે દરોડા વેળા મહિલા સહિત છ શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે મકાનધારક મિલન દોઢીયા ઉપરાંત પરેશ વસંતભાઇ ઠકકર, અનવર મામદભાઇ સપડીયા, યુનુસ હબીબભાઇ રાઠોડ, હસુ દેવચંદભાઇ સેજપાલ અને કિંજલબેન મનુભાઇ માલદેને પકડી પાડી તેના કબજામાંથી રોકડ રકમ સહિત રૂ.૨૧,૫૬૦ની માલમતા કબજે કરી હતી. પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી મચી જવા પામી હતી.

– રોહિત મેરાણી (જામનગર)

images-1-3.jpeg

Right Click Disabled!