સુરતમાં ઇલેક્ટ્રીક બસ કુલ 300 બસ દોડતી થશે

સુરતમાં ઇલેક્ટ્રીક બસ કુલ 300 બસ દોડતી થશે
Spread the love

સુરત મ્યુનિ.એ આ પહેલાં 150૦ ઈલેક્ટ્રીક બસ ખરીદવાની મંજુરી કરી હતી હવે વધુ 150 ઈલેક્ટ્રીક બસ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આજે સ્થાયી સમિતિમાં નિર્ણયને પગલે આગામી દિવસોમાં સુરતના રસ્તા પર 300 જેટલી ઈલેક્ટ્રીક બસ દોડતી દેખાશે. સુરતમાં ઓગષ્ટ માસમાં એક ઈલેક્ટ્રીક બસ લાવવામા આવી અને તેનું ટ્રાયલ પણ કરવામા ંઆવ્યું હતું. સુરત મ્યુનિ.એ ૧૫૦ ઈલેક્ટ્રીક બસ ખરીદી છે તેના માટે પાલનપોર ખાતે ચાર્જીંગ સ્ટેશન તથા અન્ય સુવિધા ઉભી કરવા માટેનો નિર્ણય પણ કરવામા ંઆવ્યો છે.

સુરતના પર્યાવરણની જાળવણી કરવા માટે મ્યુનિ. તંત્રએ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરીને વધુ ૧૫૦ ઈલેકટ્રીક બસ ખરદીવાનો નિર્ણય કર્યો છે.કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લીક એન્ટરપ્રાઈઝ હેઠળના વિભાગ દ્વારા પબ્લીક ટ્રાન્સપોર્ટને ક્લીન મોબીલીટી આપવા માટે ફેમ ઈન્ડિયા સ્કીમને ફેઝ-૨ હેઠળ ભારતના જુદા જુદા 64 શહેરોમા 5500થી વધુ ઈલેક્ટ્રીક બસ ખરીદવા માટેની મંજુરી આપી છે. જે પૈકી સુરતમાં બે તબક્કામાં 300 બસ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરતમાં ઈલેક્ટ્રીક બસ ખરીદવામા ંઆવશે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્નેની ગ્રાન્ટ મળશે.

6.jpg

Right Click Disabled!