મોટી ભલસાણ નજીક ટ્રેકટરની ઠોકરે બાઇકસવાર યુવાનનું મોત

મોટી ભલસાણ નજીક ટ્રેકટરની ઠોકરે બાઇકસવાર યુવાનનું મોત
Spread the love
  • દરેડથી સરાપાદર ગામે જતા ડબલ સવારી બાઇકને નડયો અકસ્માત
  • પિતાની નજર સામે જ ગંભીર ઇજાગ્રસ્ત પુત્રએ દમ તોડયો

જામનગર તાલુકાના મોટી ભલસાણ નજીક ડબલ સવારી બાઇકને ટ્રેકટરે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું શરીરે ગંભીર ઇજા થવાથી કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતું. જ્યારે તેના વૃદ્ધ પિતાને ઇજા પહોચ્યાનું બહાર આવ્યા હતા. પિતાની નજર સામે જ પુત્રે દમ તોડતા ભારે અરેરાટી વ્યાપી હતી. પોલીસે ટ્રેકટર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ જામનગર તાલુકાના સરાપાદર ગામે રહેતા નરેશભાઈ પાલાભાઇ પરમાર નામનો યુવાન અને તેના પિતા પાલાભાઇ બંને ગત તા.૨૦ના રોજ મોડી સાંજે જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પોતાના ઘરે સરાપાદર જઇ રહ્યા હતા જે વેળાએ મોટી ભલસાણ નજીક પુરપાટ દોડતા એક ટ્રેક્ટર બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ટ્રેક્ટર પાછળ રહેલા સાતી સાથે નરેશભાઇનો પગ ધડાકાભેર અથડાતા પગ, કપાળ અને મોઢાના ભાગે ઈજાઓ થતા તેનું મૃત્યુ નિપજયુ હતું. જયારે બાઇક સવાર પાલાભાઇને પણ ઈજા પહોંચતા તાકીદે તેને સારવાર અર્થે ખસેડાયા હતા.

આ બનાવની પાલાભાઇ આણંદભાઇ પરમારની ફરિયાદ પરથી પંચકોશી-એ ડિવિઝન પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ સાથે વધુ તપાસ પીએસઆઈ ડી.પી.ચુડાસમાએ હાથ ધરી છે. અકસ્માતના બનાવમાં પિતાની નજર સામે જ પુત્ર જીવ ગુમાવી ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. જ્યારે ભોગ ગ્રસ્તના પરિવારમાં ઘેરા શોક છવાયો હતો. પોલીસે આ ગમખ્વાર અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલકને પકડી પાડવા માટે જુદી-જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

– રોહિત મેરાણી (જામનગર)

images-4-2.jpeg

Right Click Disabled!