એક કરોડના ડ્રગ્સના ડિલિવરી કરવા જતા યુવકને ઝડપી લેવાયો

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા બાતમીના આધારે યુવકને ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ડ્રગ્સના નેટવર્કને પકડી પાડ્યું હોય તેમ આરોપી ઝડપાયોથોડા દિવસોથી શહેરમાંથી ડ્રગ્સનું વેચાણ કરતા આરોપીઓને ઝડપી લેવાનું અભિયાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે પોલીસ દ્વારા ચાલતી ઝૂંબેશમાં એક આરોપી અંદાજે એક કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ડુમસ વિસ્તારમાંથી ઝડપાયો છે. હાલ પોલીસે આરોપીને ઝડપી લઈને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.
ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા આરોપી ઝડપાયો યુવાનો નશીલા પદાર્થના રવાડે ચડીને પોતાની જિંદગી બરબાદ કરે તે અગાઉ જ પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શનમાં એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં ડ્રગ્સ સહિતના ક્વોલિટી કેસ પર ફોક્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસને મળેલી બાતમીના આધારે ડુમસ વિસ્તારમાં ડ્રગ્સની ડિલિવરી કરતાં અગાઉ જ યુવકને ઝડપી લેવામાં આવ્યો છે.સ્પેશિયલ ડ્રાઈવમાં આરોપીઓ ઝડપાયા પોલીસ દ્વારા ઘણા દિવસથી સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં છેલ્લા 2 થી 3 દિવસમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
ઉધના ખાતેથી ખટોદાર પોલીસે 1 લાખના ડ્રગ્સ સાથે એક ઝડપાયો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડુમસ વિસ્તારમાં એક યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો જોકે આ યુવાન ઝડપાયા બાદ તેની પાસેથી ડ્રગ્સનો મોટા પ્રમાણ જથ્થો મળી આવ્યો હતો. અંદાજીત 1 કરોડ કરતા વધુનો ડ્રગ્સ મળી આવતા પોલીસે આ ઈસમની ધરપકડ કરી છે. આ યુવાન આ નશીલા પદાર્થ ક્યાંથી લાવીયો હતો અને ક્યાં આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
