રાબડીપાદર ગામની બ્રહ્મસમાજની યુવતીએ પોલીસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું

રાબડીપાદર ગામની બ્રહ્મસમાજની યુવતીએ પોલીસ બનવાનું સ્વપ્ન સાકાર કર્યું
Spread the love

થરાદના ભણસાલી ટ્રસ્ટ સંચાલિત આઇસીડીએસ કચેરી ખાતે વેકસીનમાં ફરજ બજાવતી રાબડીપાદરની યુવતીએ સફળતા હાંસલ કરી પોલીસ કોન્સ્ટેબલ બની પરિવારનું નામ રોશન કર્યું, બનાસકાંઠા જિલ્લામાં આવેલો વાવ તાલુકો શૈક્ષણિક રીતે પછાત કહી શકાય એવા વાવ તાલુકાના રાબડીપાદર ગામની વતની એવા રમીલાબેન ધુડાભાઈ જોષી નાનપણમાં પિતાની છત્રછાયા ગુમાવી દેનાર આ દીકરીની ઈચ્છા ભણી ગણીને ઉચ્ચ અભ્યાસ કરી ડોકટર બનવાનું સપનું હતું પરંતુ આર્થિક પરિસ્થિતિના લીધે એમબીબીએસ સુધી પહોંચી નહિ શકતાં થરાદ ભણસાલી ટ્રસ્ટ સંચાલિત આઇસીડીએસ ખાતે વેકસીન તરીકે ફરજ બજાવી તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સગર્ભા મહિલા ઝીરોથી છ વર્ષના બાળકોને રોગી વિરોધી રસીઓ આપવા ફરજ બજાવતી હતી.

સાથે સાથે રમીલાબેન જોષીને એક સપનું હતું કે હાલમાં મહિલાઓ પર થતા અત્યાચાર તેમજ અનેક મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોવાના બનાવો રોજિંદા વધી રહ્યા હોવાના કારણે પોલીસ વર્ધી પહેરવાની ઈચ્છા ધરાવતી રમીલા જોષીએ સતત પ્રયત્નો ચાલુ રાખતાં સફળતા હાંસલ કરી છે, રમીલાબેન જોષીએ વધુમાં જણાવ્યું હતું કે મારે નોકરી લેવાની હતી પરંતુ આ ઈચ્છા જ્યારે હું કોઈને કહેતી તો લોકો તરત કહેતા કે તું તો પારકું ધન છો તારે વળી નોકરી શું કરવી છે આથી બે ધોરણ સુધી પોતાના ગામમાં અભ્યાસ કરીને ભાભર ખાતે હોસ્ટેલમાં રહીને બારમા ધોરણમાં કરી સારા ટકા સાથે અભ્યાસ પૂર્ણ કર્યો.

સામાજિક અને પારિવારીક મુશ્કેલીઓની વચ્ચે પણ આગળ અભ્યાસ ચાલુ રાખીને ગ્રેજ્યુટ બની ગયા પછી એવું થયું કે ચાલો નર્સ બનીને લોકોનાં દર્દ ઓછું કરવાનું કામ કરું પણ હજુ તો નર્સિંગનો અભ્યાસ ચાલુ હતો અને તાલાવેલી જાગી કે પોલીસ બની જાઉં તો..? વહેલી સવારે જાગીને બે કલાક કસરત કરવાની ચાલુ કરી આજે આ મહત્ત્વાકાંક્ષી બ્રહ્મ સમાજની દીકરી શ્રી આનંદ પ્રકાશ બાપુની કૃપાથી ગાંધીનગર જિલ્લામાં પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવે છે. એના હિંમત અને સાહસને ધન્યવાદથી નવી પેઢીની દીકરીઓને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરી રહી હોઈ રમીલા જોષી માટે સમસ્ત બ્રહ્મસમાજ તેમજ રાબડીપાદર ગ્રામજનો તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકગણે શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20200922-WA0015.jpg

Right Click Disabled!