ABVP પાટણ દ્વારા બેઝડ પ્રોગ્રેસન યોજના અન્વયે કુલપતિને આવેદન

ABVP પાટણ દ્વારા બેઝડ પ્રોગ્રેસન યોજના અન્વયે કુલપતિને આવેદન
Spread the love

કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને ઈન્ટરમિડીએટ સેમેસ્ટર 2-4ના વિદ્યાર્થીઓને જો મેરીટ બેઝડ પ્રોગ્રેસન યોજના લાગુ કરવામાં આવે તો પરીક્ષાની ફી પરત કરવા અંગેની માંગણીને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ શાખા દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં તાજેતરમાં શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ઠરાવ ક્રમાંક કરન/102020/06052020/ખ-1ના પરિપત્રમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ સામાન્ય ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સિગની માર્ગદર્શન સૂચનાઓનું પાલન ન કરી શકાય.

આવા સંજોગોમાં ઈન્ટરમિડિએટ સેમેસ્ટર 2, 4 ના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેસન યોજના લાગુ કરવાની છે, ત્યારે કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં જો HNGUમાં ઈન્ટરમિડીએટ સેમેસ્ટર 2, 4 ના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેસન યોજના લાગુ કરવાની થાય તો ઈન્ટરમિડીએટ સેમેસ્ટર 2, 4ના તમામ વિદ્યાર્થીઓની ફી પરત કરવાની માંગ સાથે એબીવીપી પાટણ શાખાએ કુલપતિને આવેદનપત્ર પાઠવી વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવા અપીલ કરી હતી.

રિપોર્ટ : પ્રવિણ દરજી (પાટણ)
લોકાર્પણ દૈનિક

IMG-20200527-WA0054-1.jpg IMG-20200527-WA0055-0.jpg

Right Click Disabled!