અચલા સંસ્થા હિંમતનગર દ્વારા હાથરવા ગામે સિવણ, ભરતગૂંથણ તાલીમ વર્ગ શરૂ

સાબરકાંઠા જિલ્લા ના વડાલી તાલુકાના હાથરવા ગામની અંદર ૨૪ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ને ગુરુવાર ના રોજ અંચલા સંસ્થા હિંમતનગર દ્વારા નાબાર્ડ સહાયિત એલ.ઈ.ડીપી કાર્યક્રમ હાથરવા ગામની સખી મંડળ મહિલાઓને પોતાના પગપર થવા સિવણ-ભરત ગૂંથણ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યો જેમાં હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારશ્રીની ગાઈડ લાઇન મુજબ સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે હાથરવા ગામની મહિલાઓ સાથે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, કાર્યક્રમમાં ઉપસ્થિત સરપંચ વસંતભાઈ પટેલ, નાબાર્ડ બેંકના ડી.ડી.એમ શ્રી નવલ કન્નોર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હાથરવા ના બ્રાન્ચ મેનેજર, જયેશભાઈ પરમાર, અંચલા સંસ્થા ના કોડીનેટર દિપીકાબેન ટ્રેઈનર ચેતનાબેન , કોમલબેન અને હાથરવા સખી મંડળ ની મહિલાઓ ઉપસ્થિત રહયા હતા.
