માતા દુર્ગાના છઠ્ઠા શક્તિ સ્વરુપ “માં કાત્યાયની” ની આરાધના

અરવલ્લી : માર્કંડ પુરાણ અનુસાર જ્યારે રાક્ષસરાજ મહિષાસુર નો અત્યાચાર વધી ગયો,ત્યારે દેવતા ઓના કાર્યને સિદ્ધ કરવા માટે દેવીમાં એ મહર્ષિ કાત્યાન ના તપ થી પ્રસન્ન થઈ ને તેમના ઘરે પુત્રીના રુપે જન્મ લીધો હતો. મહર્ષિ કાત્યાન ના ઘરે પુત્રીના રુપે જન્મ લેવાના કારણે માતા નું નામ “કાત્યાયની” પડ્યું… નવરાત્રીના છઠ્ઠા દિવસે માતાના છઠ્ઠા શક્તિ સ્વરુપ કાત્યાયની માતાનું પૂજન કરવામાં આવે છે,દિવ્ય સ્વરુપ માતા કાત્યાયની નું શરીર સોના જેવું ચમકીલું છે.
માતા કાત્યાયની સિંહ પર સવાર છે. માતાને ચાર ભુજાઓ છે,એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે,જ્યારે અન્ય બે હાથ આશીર્વાદની મુદ્રામાં અને અભય મુદ્રામાં છે. માતા કાત્યાયની ની શ્રદ્ધા પૂર્વક પૂજા કરવાથી વિદ્ધા પ્રાપ્તી માં સફળતા મળે છે.તેમજ અપરણિત લોકોને ત્વરીત લગ્નનાના યોગ બને છે અને મન વાંછિત ફળ ની પ્રાપ્તી થાય છે.
જાપ મંત્ર – “ॐ देवी कात्यायन्यै नमः॥”
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)
લોકાર્પણ ન્યૂઝ
