સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોક્ટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા

Spread the love
  • સુરતની ખાનગી હોસ્પિટલમાં થયેલા મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા
  • ઓપરેશનના 21 દિવસ બાદ CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે
  • ફરી સર્જરી કરી કપડું કાઢવામાં આવ્યું

ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા

દશરથભાઈ શિવરાજભાઈ પટેલ (ઉં.વ. 60, રહે. ઉમિયાનગર, ડીંડોલી)ને હાથ-પગના દુખાવા બાદ ફેમિલી ડોક્ટરની સલાહ બાદ દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા ગયા હતા. 25 ઓગસ્ટના રોજ મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી 7 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. આર્થિક ભીંસને લઈ ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ અને એપ્રુલ મેસેજ આવે પછી ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ઓપરેશન બાદ હાથ-પગ કામ કરવાના બંધ થઈ ગયા હતા.

ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું

મણકાના સ્પેશિયાલિસ્ટને આ વિશે વાત કરતાં ઓપરેશન થયું છે એટલે એવું લાગે એમ તેમણે કહ્યું. તેમણે 3 દિવસ બાદ રજા આપી 10મા દિવસે ટાંકા કઢાવવા આવવાની સલાહ આપી હતી. રજા લીધાના 7મા દિવસે ગરદન પાસે મૂકેલા ઓપરેશનના કાપા (ચીરા) પાસેથી પરુ નીકળવાનું શરૂ થઈ ગયું હતું. મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે કહી દવા લખી આપી હતી. ડ્રેસિંગ બાદ પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેથી તેમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટર પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.

ઓપરેશનનો વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું

ગરદનના ભાગેથી પરુ સાથે કોટનના રેસા પણ બહાર આવતાં જોઈ સર્જન ડોક્ટર ચોંકી ગયા હતા. સર્જને કહ્યું હતું કે આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે અને મૃત્યુ પણ, જેથી ઓપરેશન કરી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કાઢવું પડશે. 15 સપ્ટેમ્બરના રોજ આખું ઓપરેશન વિડિયો બનાવી કોટન-કપડું કે ટિસ્યુ બહાર કઢાયું હતું. બે દીકરી અને એક દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટ સામે અઠવા પોલીસમાં વકીલ મારફત ફરિયાદ નોંધવા અરજી કરી છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

Right Click Disabled!