સુરત જિલ્લામાં દીપડા બાદ હવે અજગરો નજરે પડી રહ્યા છે…!

સુરત જિલ્લામાં દીપડા બાદ હવે અજગરો નજરે પડી રહ્યા છે…!
Spread the love
  • બોધાન ગામેથી એક ઝાડ પરથી અજગરને વનવિભાગની ટીમે પકડી, જંગલમાં છોડી મુક્યયો

છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત જિલ્લાના માંગરોળ, ઉમરપાડા અને માંડવી જેવા તાલુકાઓમાં દીપડાઓ આતંક મચાવી રહયા છે. આ દીપડાઓ હવે વસ્તી ધરાવતા વિસ્તારો સુધી આવી રહ્યા છે. સાથે જ કેટલાંક બાળકો, બાળકી અને માનવી તથા અનેક પશુઓનાં ભોગ પણ આ દીપડાઓએ લીધા છે. અમુક વિસ્તારોની પ્રજા આ દીપડાઓનાં આતંકથી ગભરાઈ જવા પામી છે.

હવે ગ્રામીણ વિસ્તારોમાં કપિરાજ અને અજગર આતંક મચાવતા નજરે પડી રહ્યા છે.કપિરાજો માનવીઓ ઉપર ગંભીર હુમલા કરી રહયા છે. ત્યારે હવે બોધાન ગામે બોધન થી મુજલાવ જતાં માર્ગ ઉપર આવતી ઝાભરી ખાડીનાં નજીક આવેલા એક સાદડા ના વૃક્ષ ઉપર મહાકાય અજગર હતો.આ અજગરને સવારના સમયે ખાડીએ કપડાં ધોવા જનારા તથા ઘાસચારો લેવા જતાં લોકોની આ ઝાડ ઉપર નજર પડતાં ઝાડ ઉપર અજગર નજરે પડતાં એક તબક્કે નાસભાગ મચી જવા પામી હતી.

આ અંગેની જાણ સરપંચ મનહરભાઈ રાઠોડને કરવામાં આવતાં સરપંચે આ અંગેની જાણ વનવિભાગની કચેરીને કરતાં વનવિભાગની ટીમ ઘટનાં સ્થળે આવી પોહચી હતી. અને રેસ્ક્યુ કરી, મહાકાય અજગરને પકડી નજીકનાં જંગલમાં છોડી મુકવામાં આવ્યો છે. અજગરની લબાઈ આશરે ૧૨ ફૂટ અને વજન ૫૦ કીલો જેટલું હતું.આ બનાવની જાણ વાયુવેગે ફેલાતાં લોકટોળાં એકત્ર થઈ ગયા હતા. આમ હવે ગ્રામીણ વિસ્તારોમાં વસ્તી ધરાવતાં વિસ્તારોમાં દીપડા,કપિરાજ અને અજગર જેવા જનાવરો નજરે પડતાં પ્રજામાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20201024-WA0002.jpg

Right Click Disabled!