દીપિકા પછી પ્રોડ્યૂસર મધુ મંટેનાની ડ્રગ્સ ચેટ, જયા સાહા પાસે મંગાવી વીડ

બોલિવૂડ ડ્રગ્સ કનેક્શનમાં સૌથી ચોકાવનારો ખુલાસો થયો છે. દીપિકાની ડ્રગ્સ ચેટ પછી ફિલ્મ ઉડતા પંજાબના પ્રોડ્યૂસરમાંથી એક મધુ મંટેના વર્માની જયા સાહા સાથે ડ્રગ્સને લઇને ચેટ સામે આવી છે. આ ચેટ 22 જૂન 2020ની છે. જેમાં મધુ મંટેના વર્મા જયા સાહા પાસે વીડની ડિમાન્ડ કરી રહ્યો હતો.
મધુ મંટેનાએ જયા પાસે માંગી હતી વીડ
મધુની આ માંગનો જવાબ આપતા જયા સાહાએ કહ્યુ હતું કે બરાબર છે વીડ મોકલાવી દઇશ. મધુ મંટેના વર્માની NCB પૂછપરછ કરશે. બીજી તરફ જયા સાહાને પણ એનસીબીએ ત્રીજા દિવસ ફરી પૂછપરછ માટે બોલાવી છે. NCB મધુ મંટેના અને જયા બન્નેને આમને સામને બેસીને તેણે ડ્રગ્સ ચેટ બતાવી પોતાની પૂછપરછ કરશે. મહત્વપૂર્ણ છે કે મધુ મંટેના જયાની કંપની ક્વાન સાથે પણ જોડાયેલા છે.
જયા સાહાએ અત્યાર સુધી ડ્રગ્સને લઇને શ્રદ્ધા કપૂર, નમ્રતા શિરોડકર, રિયા ચક્રવર્તી સાથે ડ્રગ્સ સાથેને ચેટ સામે આવી ચુકી છે. જયાએ પૂછપરછમાં જણાવ્યુ કે બોલિવૂડના મોટાભાગના સેલિબ્રિટી ડિપ્રેશનનો શિકાર છે, તેમણે આ સેલેબ્સને ખુશ કરવા માટે ડ્રગ્સ મોકલાવ્યુ હતું. એનસીબીને શક છે કે જયા ડ્રગ્સના સવાલ પર ગુમરાહ કરી રહી છે અને પોતાના ક્લાઇન્ટને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પહેલા જયા સાહાની કંપની ક્વાનની મેનેજર કરિશ્મા સાથે દીપિકા પાદુકોણની ડ્રગ્સ ચેટનો ખુલાસો થયો હતો. દીપિકાના ડ્રગ્સ એન્ગલમાં નામ આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. દીપિકા પાદુકોણ પર કંગના રનૌતે પણ નિશાન સાધ્યુ છે. અત્યાર સુધી આ મામલે દીપિકાની તરફથી કોઇ નિવેદન સામે આવ્યુ નથી.
અહેવાલ : યોગેશ પટેલ (અરવલ્લી)
