15 લોકોનાં જાન ગયા બાદ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી

15 લોકોનાં જાન ગયા બાદ સુરત જિલ્લા પોલીસ હરકતમાં આવી
Spread the love

બે દિવસ અગાઉ માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ નજીક એક હાઈવા ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર હાઈવા ચઢી ગયું હતું. જેને પગલે પંદર લોકના મોત થયા છે. આ ગંભીર બનાવનો પડગો સમગ્ર રાજ્યમાં પડ્યો છે.સાથે જ આ બનાવને પગલે રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા તથા સુરત રેન્જના રેન્જ આઇ. જી.રાજકુમાર પાડયન પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા.

આ બનાવ બાદ સુરત ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસે જિલ્લા ભરનાં પોલીસ મથકોને પોતાનાં વિસ્તારમાંથી પસાર થતાં માર્ગો ઉપર વાહન ચેકીંગની કામગીરી વધુ સંઘન બનાવી કાયદેસરની કાર્યવાહી કરવાના ગઈકાલે આદેશો આપ્યા હતા. આજે તારીખ ૨૧ મી જાન્યુઆરીનાં સવારે માંગરોળ પોલીસનાં જવાન કીરણભાઈ રોહિત અને ટ્રાફીકનાં જવાનો મોસાલી ચારરસ્તા ખાતે વાહનો ચેકીંગ કરી રહ્યા હતા.

તે દરમિયાન એક મીની ટ્રક નંબર જીજે-૦૫-બીએક્ષ-૦૨૩૮ પસાર થતાં પોલીસ ટીમે આ વાહનને અટકાવી ચાલક પાસે લાઇસન્સ, આર.સી. બુક અને વીમાની પોલીસી ની માંગ કરતાં ચાલક પાસે એક પણ કાગળ ન હતા,જેને પગલે પોલીસ ટીમે આ મીની ટ્રક ને ડિટેઈન્ડ કરી માંગરોળ પોલીસ મથક ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.વધુમાં મળેલી માહિતી મુજબ આ વાહનનો છેલ્લા બે વર્ષથી વીમા ની પોલીસી રીન્યુલ કરાવવામાં આવી નથી.

નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20210121_145238.jpg

Right Click Disabled!