જામનગરમાં બપોરે ગરમી, રાતભર ટાઢોડું

જામનગરમાં બપોરે ગરમી, રાતભર ટાઢોડું
Spread the love
  • આકરા તાપ સાથે રાત્રિનું તાપમાન ગગડ્યું

જામનગરમાં શિયાળાના આગમનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સતત બીજા દિવસે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી પર સ્થિર થતાં બપોરે આકરા તાપનો અનુભવ લોકોએ કર્યો હતો. જ્યારે રાત્રીનું તાપમાન દોઢ ડિગ્રી નીચે સરકી ૨૩ ડિગ્રીએ પહોંચતા વાતાવરણમાં ટાઢક સાથે બેવડી ઋતુના સંક્રમણનો અહેસાસ જનજીવન કર્યો હતો. જામનગરમાં એકાદ સપ્તાહથી મહત્તમ તાપમાનમાં ક્રમશ: વધારા સાથે દિવસે ખાસ કરીને બપોરે ગરમીના જોરમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. જામનગરમાં સોમવાર બાદ મંગળવારે પારો ૩૭ ડિગ્રીએ સ્થિર થતાં બપોરના સુમારે લોકોએ ગરમી સાથે તાપનો અનુભવ કર્યો હતો.

ખાસ કરીને રાહદારીઓ અને વાહનચાલકો ગરમીના પગલે પરસેવે રેબઝેબ થયા હતા. જામનગરમાં સતત વધતા જતા મહતમ તાપમાન વચ્ચે ભેજનું પ્રમાણ પણ એંશી ટકાથી વધુ રહેતા ઉકળાટ-બફારાથી શહેરીજનો ત્રાસી ઉઠયા હતા. સોમવારની સાપેક્ષમાં મંગળવારે આંશિક ઘટાડો સાથે ભેજ વધારે ૮૩ ટકાએ પહોંચ્યો હતો. શિયાળાના આગમનની ઘડીઓ ગણાય રહી છે ત્યારે છેલ્લા એકાદ સપ્તાહથી મિશ્ર ઋતુના માહોલથી લોકો અકળાયા છે.

– રોહિત મેરાણી (જામનગર)

Temperature-1.jpg

Right Click Disabled!