ભાજપ સાથે ડીલ થયા પછી અક્ષય પટેલે રાજીનામું આપ્યું : અમિત ચાવડા

ભાજપ સાથે ડીલ થયા પછી અક્ષય પટેલે રાજીનામું આપ્યું : અમિત ચાવડા
Spread the love

અમદાવાદ : કરજણની જનતા સ્પષ્ટ માને છે કે, અમે જેને પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યો હતો. એમને શું કામ રાજીનામું આપ્યું પડ્યું. એવા તો કયા કારણો હતા કે એમને રાજીનામું આપ્યું. જનતા એ પણ જાણે છે કે, જે વ્યક્તિ જાતે કહેતો હોય કે, ૫૨ કરોડ રૂપિયામાં ઓફર થઇ પણ હું નહોતો વેચાયો એનો સ્પષ્ટ મતલબ છે કે, ૫૨ કરોડથી વધારેમાં ડીલ થઇ છે, ત્યારે તમે રાજીનામું આપ્યું. પ્રજા પોતાની સાથે જે વિશ્વાસઘાત થયો છે; તેનો હિસાબ માગે છે.

પ્રજાના જનાદેશનું જે અપમાન થયું છે, એનો જવાબ પ્રજા ૩ નવેમ્બરે આપશે એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં કરજણની બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરતા અમિત ચાવડાએ ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ ઉપર ૫૨ કરોડથી વધુ રૂપિયા લઇને ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે , પ્રજા પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતનો હિસાબ માગે છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે આઠ બેઠકોની પેટાચૂંટણી આવી છે, તેની પાછળ ભાજપની સત્તા લાલસા જવાબદાર છે. કરોડો રૂપિયામાં એમણે જે ધારાસભ્યો ખરીદ્યા, તેના કારણે આ કોરોના કાળમાં પ્રજાના માથે આ ચૂંટણી આવી છે. તેમણે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ધારાસભ્યો વેચાય પણ મતદારો ક્યારેય ન વેચાય. રાજ્ય સરકારને આડે હાથ લેતા કહ્યું કે સરકારે ખેડૂતોના હકના ૨૫ કરોડ આપી ઉપકાર કર્યો નથી. સરકારે ગંધારા સુગરના ખેડૂતોને રૂપિયા આપ્યા છે. રાજ્ય સરકારે રૂપિયાની સાથે ખેડૂતોને વ્યાજ પણ આપવું જોઇએ.

Di29tFmh.jpg

Right Click Disabled!