સુરતમાં દરિયા માર્ગે દારૂની હેરાફેરી : 13.55 લાખનો દારૂ જપ્ત

સુરતમાં દરિયા માર્ગે દારૂની હેરાફેરી : 13.55 લાખનો દારૂ જપ્ત
Spread the love

સુરત એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ગુજરાતના ડોન લતીફની સ્ટાઇલમાં દરિયાઇ માર્ગે દમણથી હજીરાના દરિયાકાંઠા વિસ્તારમાં ઠલવાતા દારૂના નેટવર્કનો પર્દાફાશ કરી મરીન પોલીસે બિયર, વ્હીસ્કી અને વોડકાનો રૂા. 13.55 લાખના જથ્થા સાથે જીપીએસ અને બોટ સહિત કુલ રૂા. 16.67 લાખની મત્તાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. મરીન પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક સમયથી દમણથી દરિયાઇ માર્ગે હજીરા વિસ્તારના દરિયાકાંઠે વિદેશી બનાવટના દારૂની હેરાફેરી થઇ રહી છે. જેના આધારે મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એ. પીપળીયા, હેડ કો ન્સ્ટેબલ મહેશકુમાર હીરાલાલ, સુમેરૂ નટવર સહિતના સ્ટાફે દરિયામાં પેટ્રોલીંગ શરૂ કર્યુ હતું.

જે અંતર્ગત મરીન પોલીસને હજીરાની એસ્સાર જેટી બોટ પોઇન્ટથી સાત નોટિકલ માઇલ દુર દરિયામાં એક બોટ શંકાસ્પદ જણાતા પોલીસે તેનો ફિલ્મી સ્ટાઇલમાં એકાદ નોટિકલ માઇલ પીછો કરી બોટને ઝડપી પાડી દરિયા કિનારે લઇ આવવામાં આવી હતી. બોટને દરિયા કિનારે લાવ્યા બાદ તેમાં સર્ચ કરતા બોટમાંથી વિદેશી બનાવટનો દારૂ, બિયર અને વોડકાના 271 નંગ બોક્સ કિંમત રૂા. 13.55 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂના જથ્થા ઉપરાંત 4 નંગ મોબાઇલ ફોન, જીપીએસ સિસ્ટમ અને બોટ રૂા. 3 લાખ મળી કુલ રૂા. 16.67 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

પોલીસે બોટમાં સવાર હરેશ છનીયા ઢોળીયા (ઉ.વ. 45 રહે. બરૂડીયા શેરી, નાની માછીવાડ, નાની દમણ), ધર્મેન્દ્ર બાબુ ઢોળીયા (ઉ.વ. 40 રહે. ચિનીયા શેરી, નાની દમણ), મનોજ માનકા ટંડેલ (ઉ.વ. 51 રહે. માસ્ટર શેરી, નાની દમણ), સંજય કાળીદાસ હળપતી (ઉ.વ. 28 રહે. હળપતી વાસ, ભાઠી ફળિયું, મરવડ ગામ, નાની દમણ), નટવરલાલ નગીન હળપતી (ઉ.વ. 30 રહે. માછીવાડ, કડૈયા ગામ, નાની દમણ) ની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં તમામે કબૂલાત કરી હતી કે દમણના બુટલેગર આશિષ નરસિંહ ટંડેલે દારૂનો જથ્થો મોકલાવ્યો હતો અને હજીરા વિસ્તારના જુનાગામના બુટલેગર નરેશ પટેલને પહોંચાડવાનો હતો. જેથી પોલીસે આશિષ અને નરેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.

10 દિવસમાં 9 વખત દારૂનો જથ્થો ઉતારનાર બુટલેગરે પીએસઆઇને ગોળી મારવાની ધમકી આપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલા ડોન લતીફ સ્ટાઇલમાં દમણથી હજીરાના કાંઠા ઠલવાતો લાખો રૂપિયાનો દારૂના જથ્થા સાથે પોલીસે 5ની ધરપકડ કરી છે. આ તમામની પુછપરછમાં તેઓ છેલ્લા 10 દિવસમાં 9મી વખત દમણથી દરિયાઇ માર્ગે હજીરાના દરિયા કાંઠે દારૂની હેરાફેરી કર્યાની કબૂલાત કરી છે. જો કે આશ્ચર્યની બાબત એ છે કે દારૂનો જથ્થો ઝડપાય જતા લાખ્ખોનું નુકશાન જતા રઘવાયા બનેલા બુટલેગરે પીએસઆઇ એચ.એ. પીપળીયાને ગોળી મારવાની ધમકી આપી છે. પીએસઆઇને ગોળી મારવાની ધમકીને પગલે પો. કમિશનર અજયકુમાર તોમર બુટલેગર વિરૂધ્ધ શું કાર્યવાહીના આદેશ આપે છે તે બાબત પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે.

content_image_2be9f645-5aa8-4d7d-b8cd-a8a3d39ea002.jpg

Right Click Disabled!