બધા અરજદારોએ માસ્ક પહેર્યા હતા છતાં બોર્ડ માર્યા, માસ્ક નહીં પહેરો તો જનસેવા કેન્દ્ર બંધ કરાશે

- કલેકટર, કમિશનર આકસ્મિક ચેકિંગ કરી નિયમો સમજાવ્યા
- આવક, જાતિના દાખલા સહિતની કામગીરી લીધે કેન્દ્ર પર ભીડ
જામનગરમાં કોરોના બેકાબુ બન્યો છે ત્યારે મહામારી કાબૂમાં લેવા તંત્ર ઉંધા માથે કામગીરીમાં લાગ્યું છે. આ સ્થિતિમાં જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલા મહેસૂલ સેવા સદનમાં કાર્યરત જનસેવા કેન્દ્રની જિલ્લા કલેકટર રવિશંકર અને કમિશનર સતિષ પટેલ આકસ્મિક મુલાકાત લીધી હતી અને કેન્દ્ર ખાતે ભીડમાં રહેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વિશે સમજૂતી કર્યા હતા. સાથે સાથે અરજદારોને વધુ સુવિધા મળે તે માટે કર્મચારીઓને આવશ્યક સૂચનો કર્યા હતા.
બીજી બાજુ જામનગરમાં જનસેવા કેન્દ્ર પર માસ્ક પહેરવું અને સામાજિક અંતર રાખવું ફરજીયાત હોવાનું અને જો આ નિયમોનું અરજદાર પાલન નહીં કરે તો કેન્દ્ર બંધ કરવાની ફરજ પડશે તેવા સૂચનાત્મક બોર્ડ લગાવવામાં આવ્યા છે.
– રોહિત મેરાણી (જામનગર)
