અમરેલી : કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપનો મેળાવડો જોવા મળ્યો

અમરેલી : કાર્યાલયના ઉદઘાટનમાં ભાજપનો મેળાવડો જોવા મળ્યો
Spread the love

અમરેલી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઈ દેશના લોકોને સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, લોકડાઉન ગયુ છે પણ કોરોના નથી ગયો. કોરોનામાં આપણે બધાએ કાળજી રાખવાની છે. પરંતુ મોદીની આ સલાહ ભાજપના નેતાઓને ઝાપા સુધી હોય તેવો ઘાટ ચલાલામાં જોવા મળ્યો હતો.

ધારી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આજે ચલાલામાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં નેતાઓ અને કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. રાજકીય લોકોને કોરાના મહામારીની જરા પણ કદર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભાજપના નેતાઓ અને કાર્યકરોના મેળાવડાથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

કાર્યાલયના ઉદઘાટન બાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના નેતાઓ દો ગજ કી દૂરી ભૂલ્યા હતા. કાર્યકરો અને નેતાઓ માસ્ક વગર જોવા મળ્યાં હતા.શંભુનાથ ટુંડિયા, સાંસદ નારણ કાછડિયાસહિતના નેતાઓ હાજર રહ્યા ભાજપના કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમમાં ભાજપના શંભુનાથ ટુંડિયા, અમરેલીના સાંસદ નારણ કાછડિયા, રાજ્યના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કાર્યકરોમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગથી લોકોમાં સવાલ થઈ રહ્યો છે કે

સામાન્ય લોકો પાસેથી પ્રશાસન સોશિયલ ડિસ્ટન્સ ભંગ અને માસ્કનો મસ મોટો દંડ ઉઘરાવે છે. ત્યારે શું ભાજપના કાર્યકરો અને નેતાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે.ગઢડામાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો ગઢડા ચૂંટણીના પ્રચારમાં ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યાં છે. ગઈકાલે સાંજના 6 વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરી કહ્યું હતું કે, લોકડાઉન ગયું છે

કોરોના નથી ગયો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની જાળવણી અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વડાપ્રધાનની અપીલના કલાકો બાદ ગઢડામાં આત્મારામ પરમારના પ્રચારમાં આવેલા શંભુનાથ ટૂંડિયાના કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. ગઢડાના વોર્ડ નંબર 5માં વણકર વાસમાં કાર્યક્રમ હતો. જેમાં ઢોલ નગારા વગાડી ટોળાશાહી કરી શંભુનાથ ટુંડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી તે એક મોટો સવાલ છે.રાતે માળિયામિયાણાના સરવડ ગામે કોંગ્રેસના કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કરવા માટે માળિયામિંયાણાના સરવડ ગામે પહોંચ્યા હતા. જેમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલે જ માસ્ક પહેર્યું હતું અને બાકીના તમામ કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યાં હતા. તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમને નેવે મૂક્યો હતો.

download.jpg

Right Click Disabled!