રાજુલાના મેરીયાણા ગામની સીમમાં જુગાર રમતા 4 ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી LCB

રાજુલાના મેરીયાણા ગામની સીમમાં જુગાર રમતા 4 ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી LCB
Spread the love

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબનાઓએ જિલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે ગઇ કાલ તા.૨૨/૧૦/૨૦૨૦ ના રાત્રિના રાજુલા તાલુકાના મેરીયાણા ગામની સીમમાં, ટીંબાવાળી ધારનાં રસ્‍તે કેટલાક ઇસમો ગંજી-પતાના પાના વડે પૈસાથી હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમે છે.

ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર. કે. કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી. એન. મોરી નાઓની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા કુલ ૪ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલ તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ અને ૩ ઇસમો નાસી ગયેલ હોય જે તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી *રાજુલા પોલીસ સ્‍ટેશન* માં સોંપી આપેલ છે અને નાસી ગયેલ ઇસમોને હસ્‍તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

જુગાર રમતા પકડાયેલ ઇસમો

1️⃣ મહેશભારથી મહાદેવભારથી ગૌસ્વામી, ઉ.વ.૪૪, રહે.ખેરાળી, તા.રાજુલા, જિ.અમરેલી
2️⃣ મગનભાઇ શામજીભાઇ સોલંકી, ઉ.વ.૪૦, રહે.દાધીયા, તા.રાજુલા, જિ.અમરેલી
3️⃣ ધીરૂભાઇ રામભાઇ મોભ, ઉ.વ.૪૪, રહે.ખેરાળી, તા.રાજુલા, જિ.અમરેલી
4️⃣ જયેશભાઇ રામભાઇ પટેલ, ઉ.વ.૫૦, રહે.દાધીયા તા.રાજુલા જિ.અમરેલી

રેઇડ દરમ્‍યાન નાસી ગયેલ ઇસમ

5️⃣ નનકુભાઇ બાવભાઇ ઝાઝડા, રહે.મોટી ખેરાળી તા.રાજુલા, જિ.અમરેલી.
6️⃣ ભીમભાઇ જીવણાભાઇ ઝાઝડા, રહે.મોટી ખેરાળી, તા.રાજુલા, જિ.અમરેલી.
7️⃣ ભયલુભાઇ કેશુભાઇ ઝાઝડા રહે.નવાગામ મેરીયાણા, તા.રાજુલા, જિ.અમરેલી.

પકડાયેલ મુદામાલ

રોકડા રૂ.૨૨,૪૫૦/- તથા મોટર સાયકલ નંગ – ૩ કિં.રૂ.૬૦,૦૦૦/- તથા એક હાથબત્તી કિં.રૂ.૧૦૦/- તથા ગંજી-પત્તાના પાના નંગ-૫૨, કિં.રૂ.૦૦/૦૦ મળી *કુલ કિં.રૂ.૮૨,૫૫૦/- નો મુદ્દામાલ. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અમરેલીના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી અને એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20201023-WA0025.jpg

Right Click Disabled!