ભુરીયા ગામ નજીક બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો

ભુરીયા ગામ નજીક બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો
Spread the love

અકસ્માત બનવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધતાં રોજીંદી બની ગઈ છે, જોકે કેટલાક વાહન ચાલકો પોલીસની જરા પણ ડર રાખ્યા વગર પૂરપાટ વેગથી વાહન હંકારી અકસ્માતના મુખમાં ધકેલાય છે, ત્યારે થરાદ તાલુકાના લોઢનોર- ભુરીયા રોડ પર ભુરીયા ગામ નજીક બાઈક નંબર જીજે-૯ એઆર-૪૦૭૭ અને ગાડી નંબર જીજે-૮ બીએન-૬૧૪૯ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે ભુરીયા ગામ નજીક થયેલ બાઈક અને ગાડી વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક માંગરોળ તરફ જઈ રહ્યા હતો જયારે ગાડી ચાલક પોતાના પરિવાર સાથે ભુરીયા ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોઈ ગાડીના આગળના ભાગે નુકશાન થયુ હતું જ્યારે બાઈક ચાલકને ઈજા થતાં ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20201014-WA0107-1.jpg IMG-20201014-WA0108-0.jpg

Right Click Disabled!