વિસનગર મહેસાણા હાઇવે પર અકસ્માત સર્જાયો

વિસનગર મહેસાણા હાઇવે પર અકસ્માત સર્જાયો
Spread the love

મળતી માહિતી મુજબ વિસનગરથી મહેસાણા જતા સ્ટેટ હાઇવે પરથી પસાર થતા બે બાઇક ચાલકને બાસણા ગામ નજીક આકસ્મિક રીતે વાહન આગળ કોઈ પ્રાણી આવી જતા બાઇક ફંગોળાયું હતું જે બાદ પાછળ આવતી કારના ચાલકે પણ બાઇકને પરથી કાર પસાર કરી દેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર પહેલા જ મોત નિપજ્યું છે તો બાઇક પર સવાર અન્ય યુવકનો સામન્ય ઇજાઓ થયા બાદ આબાદ બચાવ થવા પામ્યો છે

અકસ્માતની ઘટનામાં પોલીસે પ્રાથમિક તપાસમાં કાચું કાપ્યું

બાસણા ગામના પાટિયા નજીક સર્જાયેલ ગમખ્વાર બાઇક અકસ્માતમાં પોલીસે મૃતકનું પીએમ કરાવી ભોગબનાબર પરીવારના નિવેદન લીધા ન હોવા છતાં ઉતાવળે ફરિયાદ દાખલ કરાતા વિસનગર તાલુકા પોલીસ અને તપાસ કર્મીની કામગીરી શંકાના દાયરામાં આવી હતી જે બાદ જાગૃત નાગરિકોની રજુઆત જિલ્લા પોલીસ વડા અને ડિવિઝન અધિકારીને કરાતા ચીકવાનારી ઘટના સામે આવી હતી.

જેમાં બાઇક ચાલક નિલગાય સાથે અથડાયા બાદ એક અજણાયા કાર ચાલકે બેદકારી ભર્યું વાહન હંકારી બાઇકને અડફેટે લઈ પોતે સ્થળ પર થી ભાગી છૂટ્યો હતો અંતે તપાસ કરતા પોલીસે ઉપરી અધિકારીના આદેશ થી તપાસ કરતા બાઇકને અડફેટે લેનાર ફરાર કાર ચાલક અને કાર મળી આવી છે ઘટનામાં કાર ચાલકની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે CCTV કેમેરા સહિત FSL તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કારની ટકકરે મોત થયું હોવાના શૂર ઉઠ્યા

બાઇક અકસ્માતની ઘટનામાં યુવાનનું મોત નિપજવાની ઘટનામાં શંકાસ્પદ કાર તપાસ દરમિયાન મળી આવતા આખરે કારના માલિકે બનાવ અંગે કબૂલાત કરી છે ત્યારે જાણકાર સૂત્રો દ્વારા મૃતક યુવાન નિલગાયની ટકકરે માત્ર ઇજગ્રસ્ત થયો હતો જોકે કાર ચાલકે બેદરકારી દાખવી બાઇકને અડફેટે લેતા ચાલક વધુ ગંભીર ઇજાઓ પામી મોતને ભેટ્યો હોવાનો શૂર ઉઠવા પામ્યો છે ત્યારે પોલીસ તપાસમાં ઘટના મામલે કેટલું પોત પ્રકાશે છે તે જોવું રહ્યું , શુ ભોગબનાનર પરિવારને યોગ્ય પોલીસ તપાસનો ન્યાય મળશે કે કેમ..?

IMG-20201021-WA0020-1.jpg IMG-20201021-WA0018-0.jpg

Right Click Disabled!