26 સપ્ટેમ્બરે વિવિધ કેસોના નિકાલ માટે ઈ-લોક અદાલત યોજાશે

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલીના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પી.એસ. બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા તથા તાલુકા કોર્ટમાં આગામી ૨૬/૯/૨૦૨૦ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ ઓફેન્સ, એમ.એ.સી.ટી. કેસ, ઇલેક્ટ્રીસિટી અને વોટર બીલ્સ, મેટ્રીમોનીઅલ ડિસ્પ્યુટ, લેબર ડિસ્પ્યુટ, લેન્ડ એક્વિઝિશન કેસ, સર્વિસ મેટર રિલેટિંગ પે એન્ડ એલાઉન્સ, રેવન્યુ કેસ તથા અધર સિવિલ કેસોની ઈ-લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં વધુમાં વધુ સમાધાનથી કેસોનો નિકાલ કરવામાં આવશે. જે પક્ષકારોના કોર્ટમાં કેસ ચાલુ હોય તેઓ સમાધાન કરવા ઈચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમરેલી તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.
