કલોલના સઈજબ્રિજ પર રિક્ષા પલટતાં વૃદ્ધાનું મોત નિપજ્યું

કલોલના સઈજબ્રિજ પર રિક્ષા પલટતાં વૃદ્ધાનું મોત નિપજ્યું
Spread the love

કલોલના સઈજ બ્રિજ પાસે રિક્ષા પલટી જતા એકનું મોત અને પાંચને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ચાંદખેડા વિજળી કર્મચારી સોસાયટીમાં રહેતાં બબુબેન બચુભાઈ વાઘેલા (65 વર્ષ) દિયરના દિકારનો સગાઈનો પ્રસંગ હતો. જેમાં હાજરી આપવા માટે તેઓ પોતાની બે પુત્રી અને ત્રણ પૌત્રીઓ સાથે કડી જતાં હતા. બપોરે પોણા બાર વાગ્યાના સુમારે અમદાવાદ-મહેસાણા હાઈવે પર સઈજ બ્રીજ જોગણી માતાના મંદિર નજીક ચાલકે કાબૂ ગુમાવતા રિક્ષા પલટી ગઈ હતી.

અકસ્માતમાં બબુબેનને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેમની તેમની બે દીકરીઓ અને ત્રણ પૌત્રીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. દોડી આવેલા લોકોએ તેમને 108 મારફતે કલોલ સિવિલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે બબુબેને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે જાણ થતાં મૃતકના પુત્ર ભાનુપ્રસાદ બચુભાઈ વાઘેલા (45 વર્ષ) દોડી આવ્યા હતા.

જેઓ પોતાની બે બહેનો અને ત્રણ દીકરીઓને અમદાવાદ સારવાર માટે લઈ ગયા હતા. અકસ્માત અંગે તેઓએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સમગ્ર મુદ્દે GJ-01-DT-2065 નંબરની રીક્ષાના ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. અકસ્માતમાં અન્ય 5 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતાં તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

Right Click Disabled!