ધન્વંતરી રથના પૈડા થભ્યા ભાડુ ન મળતા વાહન ચાલકોમાં રોષ

ધન્વંતરી રથના પૈડા થભ્યા ભાડુ ન મળતા વાહન ચાલકોમાં રોષ
Spread the love

સુરતમાં બે મહિનાથી ભાડાનો એકપણ રૂપિયો અપાયો નથી વાહન ચાલકો.53 દિવસથી ભાડુ ન મળતા ધન્વંતરી રથના વાહનચાલકો રોષે ભરાયા ત્રણથી ચાર વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ધ્યાન અપાયું નથી. શહેર જિલ્લામાં દરરોજ 250થી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણને અટકાવવા માટે શહેર જિલ્લામાં 250થી વધુ ધન્વંતરી રથના કોરોના ટેસ્ટિંગ માટે વાહનો ફરી રહ્યા છે આ રથ રોજના 100-150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે.

જોકે આ વાહનોનું ભાડુ ન મળતા ચાલકો હડતાળ પર ઊતરી આવ્યા છે.મહિલા કોન્ટ્રેકટર આંખ આડા કાન કરી રહ્યા હોવાનું પીડિત વાહન ચાલકોનો આક્ષેપ ઉધારી માથે ચઢી જતા હડતાળ કરવા મજૂબર બન્યા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આખરે ઉધારી માથે ચઢી જતા આ નિર્ણય લેવા મજબૂર બન્યા છે હવે આગળ ચાલી શકાય એમ નથી એટલે હડતાળ પર જવાનો રસ્તો અપનાવ્યો છે આ બાબતની જાણ થયા બાદ મહિલા કોન્ટ્રાકટર કહે છે થોભો પોલીસ બોલાવી છે. એનો મતલભ એ થયો કે હવે અમને પોલીસનો ડર બતાવી કામ કરાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

untitled_1600760458.jpg

Right Click Disabled!